લાખણી માર્કેટયાર્ડમાં ડમી મતદારો મામલે ૯૭ને હાઇકોર્ટની નોટિસ

 લાખણી મહાત્માગાંધી માર્કેટયાર્ડની પ્રથમ ચૂંટણીમાં વેપારી વિભાગની મતદાર યાદીમાં અચાનક ૨૨૩ જેટલા નવા મતદારો ઉમેરાતાં અને તેમાં પણ ૧૨૬ જેટલાં મતદારો ડમી હોવાની ચર્ચા ફેલાતાં અરજદારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જે બાબતે અહીં  હાઇકોર્ટે સંબંધિત અધિકારીઓ સહિત ૯૭ ને ૨૬ નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા માટેની નોટિસ ફટકારતાં સહકારી ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે.
      લાખણીનુ મહાત્મા ગાંધી માર્કેટયાર્ડ સ્વતંત્ર થયા બાદ સરકાર દ્વારા પ્રથમ નોમિનેટ બોડી બેસાડવામાં આવી હતી. તેની સમય મર્યાદા પૂર્ણ થતા પ્રથમ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વેપારી વિભાગમાં કોઈ ચોક્કસ પેનલને જીતાડવા માટે ડમી મતદારો ઉમેરવામાં આવ્યા ની ચર્ચાએ જોર મચાવ્યૂ છે. ગત ટર્મમાં વેપારી વિભાગમાં ૧૨૨ મતદારો હતા. જે વધીને આ ટર્મમાં ૩૪૫ જેટલા મતદારો કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ડમી મતદારો હોવાની આશંકાએ એક અરજદારે ૧૨૬ મતદારો ડમી હોવાના આધાર પુરાવા સાથે હાઇકોર્ટમાં ૧૭૩૦૯/૨૦૧૮ નંબરથી પિટિશન દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા અધિકારીઓ અને વેપારીઓ સહિત ૯૭ ને તારીખ ૨૬ નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં હાજર રહી ખુલાસો કરવા બાબતે નોટિસ અપાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.