તેલની કિંમતોમાં સતત ચોથા દિવસે નજીવો ઘટાડો કરાયો

 
 
                                  પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર આજે સતત ચોથા દિવસે જારી રહ્યો હતો. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં  ૨૦ પૈસા પ્રતિલીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ચેન્નાઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિલીટર સસ્તુ થયું હતું. ડીઝલના ભાવમાં દિલ્હી અને કોલકાતામાં વાહન ચાલકોને ૧૮ પૈસા સુધીની રાહત મળી ગઈ છે. મુંબઈ અને ચેન્નાઈમાં આ રાહત ૧૯ પૈસા પ્રતિલીટર સુધીની રહેશે. તમામ મોટા શહેરોમાં રવિવારના દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં પણ વધુ ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ગયો છે. આ ઘટાડો આશરે ૨૧ ટકાની આસપાસનો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.