બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુળ સાહેબનાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબ થરાદ વિભાગ થરાદ તથા સર્કલ પો.ઇન્સ. સાહેબ થરાદનાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય અને આજ રોજ પોલીસ સબ.ઇન્સ.શ્રી એલ.પી.રાણા પાંથાવાડા પો.સ્ટે.નાઓને મળેલ બાતમી હકીકત આધારે પાંથાવાડા પો.સ્ટાફના એ.એસ.આઇ. રમેશભાઇ જેઠાભાઇ તથા એ.એસ.આઇ. ફલજીભાઇ રતાભાઇ તથા આ.પો.કો. જોરાવરસિંહ ચતુરસિંહ તથા એ.એસ.આઇ. ફૈજમહંમદ ઇનાયતખાન તથા અ.પો.કો. ભરતસિંહ કરશનજી તથા આ.હેઙકો. વિજુસિંહ કંચુસિંહનાઓ પંચોના માણસો સાથે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપર કન્ટેનર નંબર GJ.12.X.1496 ની વોચમાં નાકાબંધીમાં હતા. અને રાજસ્થાન રાજયમાંથી આવતા વાહનો ચેકિંગ કરતા તે દરમ્યાન હકીકતવાળુ કન્ટેનર આવતાં તેને રોકાવી સાઇડમાં કરાવતાં તેમાં ચાલક મનપ્રિતસીગ S/O ચમકુંવરસીંગ જાટ શીખ રહે. ગલી નં.૧ હંસ નગર ભટીંડા તા.ભટીંડા જી. ભટીંડા (પંજાબ)વાળો બેઠેલ હોઇ અને સદરી કન્ટેનરમાં શીલ મારેલ હોઇ જે તોડી અંદર જોતાં ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ ની પેટી નંગ- ૮૩૯ કુલ બોટલ નંગ- ૧૨૪૮૦ કિમત રૂપિયા ૩૫,૪૪,૮૦૦/- નો તથા કન્ટેનર ગાડી કિમત રૂ.૧૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂ.૩,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૪૭,૪૭,૮૦૦ /- નો મુદામાલ મળી આવતાં સદરી ચાલક વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.