ધાનેરા ખાતે ચિલ ઝડપ કરતો ટાબરીયો થયો સીસીટીવી કેમેરામાં કેદ

બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા ખાતે ચોરી લૂંટ અને ચિલ ઝડપ સામાન્ય બની ગઈ છે.જયારે આજ દિન સુધી એક પણ ચોરી નો ભેદ ખોલવા માં.નિષ્ફળ ધાનેરા પોલિશ ને એક ટાબરીયા ફરી પોલિશ નો ડર સુ હોય છે એ જણાવી દીધું છે.
 
ધાનેરા શ્રીરામ શોપિંગ ખાતે ગત રોજ બફોર ના સમય ધાનેરા તાલુકાના લવારા ગામ ની મહિલા પોતાની દીકરી સાથે શોપિંગ મા સાડી ની દુકાન મા ખરીદી માટે આવ્યા હતા.ખરીદી કરી અને દુકાન માંથી બહાર નીકળી થોડે દુર જતા સામે થી આવતા એક ટાબરીયો એ જોત જોતામાં યુવતી ના હાથ માંથી થેલી ઝૂંટવી પલ ભર મા દોડ મૂકી આ ટાબરીયો ગાયબ થઈ ગયો હતો.જો કે આસ પાસ ના યુવકો આ છોકરા ને પકડવા પાછળ દોડ્યા હતા પણ આ સાતીર છોકરો હાથે લાગ્યો ન હતો.મહિલા ને પૂછતાં આ થેલી માં મોબાઈલ તેમજ આશરે 14 હજાર જેટલી રોકડ રકમ હોવાનું માલુમ પડ્યું છે.
 
આ ઘટના થી હવે મહિલા વર્ગ ભારે સંકોચ મા છે.ધોળા દિવશે હાથ માંથી આ રીતે ચિલ ઝડપ નો બનાવ બનતા જાણે ધાનેરા મા પોલિશ જ નથી આ પ્રકાર ના બનાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છે. ચોરી તેમજ લૂંટ ચલાવતા લોકો માં પોલિશ નો ડર રહ્યો નથી.એટલે બિન્દાસ રીતે ધાનેરા ખાતે ચોરી ચિલ ઝડપ માં વધારો થઈ રહ્યો છે.
 
આ આખો બનાવ દુકાન ની બહાર લાગેલ સી સી કેમેરા માં કેદ થઈ ગયો છે.અને આ ચિલ ઝડપ નો વિડીયો પણ વાયરલ થઇ ચુક્યો છે.જો કે હજુ ધાનેરા પોલિશ દવારા આ બનાવ બાબતે ગંભીરતા લેવાઈ નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.