Jioના ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, હવે મફત નહી મળે...

રિલાયન્સના જિયો ગ્રાહકોને ટૂંક સમયમાં જ મોટો ઝટકો લાગવાનો છે. કંપની પોતાની ઘણી લોકપ્રિય એપના ઉપયોગ પર ચાર્જ લેવાનું શરૂ કરી રહી છે. જેના કારણે ગ્રાહકોને આ એપનો ઉપયોગ કરવો હશે તો રૂપિયા ચૂકવવા પડશે. કંપની જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો મેગ્સ જેવી પોપ્યુલર એપ્સને ફ્રીમિયન મોડલ પર લઇને જઇ રહી છે.

આ મોડલ હેઠળ કંપની કેટલુક કન્ટેન્ટ કસ્ટમરોને ફ્રીમાં આપશે, પરંતુ જે પણ પ્રીમિયમ કન્ટેન્ટ છે તેના માટે કસ્ટમરોએ રૂપિયા ચૂકવવા પડશે. જેના કારણે આ એપ્સનો ઉપયોગ કરવો મોંઘો પડશે.

જિયોના ગ્રાહક ડેટા સિવાય આ એપ્સનો મોટી સંખ્યામાં ઉપયોગ કરતા હતા. જેના કારણે તેના ગ્રાહકોની સંખ્યમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ એપ્સની મદદથી જિયો ગ્રાહકોને વગર પૈસાના ખર્ચે ઘણી ટીવી સિરીયલ, ફિલ્મ અને ગીત જોવા તેમજ સાંભળવા મળતા હતા.

જિયો દ્વારા લેવામાં આ પગલા બાદ ઘણી બીજી ટેલિકોમ કંપનીઓ પણ આ પ્રકારનુ પગલુ લઇ શકે છે. પરંતુ જિયો દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.