અમદાવાદના યુવાનની પ્રેરણાત્મક પહેલ, અશક્ત વન્ય જીવોને કેક ખવરાવી જન્મ દિવસ મનાવ્યો

હાલના સમયે પશુઓ ઉપર વધતી જતા હિંસાના બનાવો વચ્ચે પશુ- પંખીઓ સાથે સંવેદના ધરાવતા  અમદાવાદના એક પ્રાણી પ્રેમી યુવકે પોતાનો જન્મ દિવસ અબોલ અને અશક્ત વન્ય જીવોને કેક ખવડાવી મનાવ્યો હતો અને એક પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. 
 
અમદાવાદના કપિલ ઠક્કર પ્રાણીઓ પ્રત્યે અન્ય લોકોને સંવેદના જાગે અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ આપે તે ઉદ્દેશ્યથી દર વર્ષે જુદા જુદા સ્થળે વન્ય જીવો વચ્ચે જઈ પોતાનો જન્મ દિવસ મનાવે છે. વર્ષ ર૦૧૬ માં સુદાસણા પાંજરાપોળમાં ૧૦૦૦ ગાયોને ઘાસચારો, સાગરદાણ, ગોળ અને શાકભાજી ખવરાવી જન્મ દિવસ ઉજવ્યો હતો અને ર૦૧૭ માં રાજસ્થાનમાં ઉદયપુર હાઈવે ઉપર રામેશ્વર મંદિર ખાતે ૩૦૦ થી પણ વધુ વાનરોને કેક ખવડાવી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે આ વખતે ગઈકાલે તા. ૧૯/૧૧/ર૦૧૮ ના રોજ રાજસ્થાનના ધમાણા ખાતે આવેલ અમૃતાદેવી ઉદ્યાન રેસ્ક્યુ સેન્ટરમાં હરણ, મોર, સારસ અને સસલા જેવા લુપ્ત થતી વન્યજીવોને કેક ખવરાવી જન્મ દિવસ મનાવ્યો હતો. 
 
આ અંગે કપિલ ઠક્કરે જણાવ્યુ હતુ કે ૪૦ કિલો બાજરી, ૪૦ કિલો ચણા, ર૦ કિલો જવ, વટાણા, ગાજર, મૂળા, બોર તથા ગુલાબના ફુલથી શણગારેલી ‘‘શ્રી રામ’’નામની વિશાળ કેક બનાવી વન્યજીવોને ખવરાવી આનંદ વ્યક્ત કર્યો છે. મારી સાથે માર ટીમના કૈલાશબેન સોની, પ્રકાશભાઈ સોની, જીગર ઠક્કર, બાબાભાઈ શાહ, પ્રિયાંકભાઈ સોની તથા રાજુભાઈ ઠક્કર પણ જાડાયા હતા.
 
રાજસ્થાનના અમૃતાદેવી રેસ્ક્યુ સેન્ટર ધમાણા ખાતે હાલમાં હરણ, મોર, સારસ, સસલા જેવા પ૦૦ થી વધુ વન્ય જીવોનો નિર્વાહ થાય છે. વર્ષ ર૦૧૩ માં શરૂ કરાયેલ. આ ઉદ્યાનમાં સ્થાનિક ગ્રામજનોની મદદથી ૬૦૦૦ થી વધુ વૃક્ષોનું રોપણ કરી રામલાલજી ગુરૂ સેવા આપી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ, શિકારીઓ પાસેથી છોડાવેલ અને કુતરા સહિત અન્ય હિંસક પ્રાણીઓથી ૧૧૭૦ વન્યજીવોને રેસ્ક્યુ કરાયા છે. ધીરે ધીરે આ અશક્ત વન્ય જીવો સાજા થતાં ર૦૦ જેટલા જીવોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવ્યા છે. બાકીના લુલા, લંગડા, અશક્ત અને કમજાર જીવોનું અહીં નિર્વાહ થાય છે. જે માટે શ્રી જમ્ભેશ્વર પર્યાવરણ જીવ રક્ષા પ્રદેશ સંસ્થા રાજસ્થાનનો સહયોગ મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.