કયા દેશના રાષ્ટ્રપતિ આ વખતે ગણતંત્ર દિવસના મુખ્‍ય મહેમાન બનશે?

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે અસમર્થતા વ્‍યકત કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિએ ભારતનું આમંત્રણ સ્‍વીકાર્યુ : દ. આફ્રિકાના રાષ્‍ટ્રપતિ સાયરીલ રામાપોસા ગાંધીજીના ચૂસ્‍ત અનુયાયી છે.
 
દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિ સાયરીલ રામાપોસા આવતા વર્ષે ગણતંત્ર દિવસના મુખ્‍ય મહેમાન રહેશે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિ બનેલા સાયરીલ રામાપોસાએ ભારતે આપેલુ નિમંત્રણ સ્‍વીકાર્યુ છે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ભારત સરકારનો અસ્‍વીકાર કર્યા બાદ ભારતે દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિને આમંત્રણ આપ્‍યુ હતુ જેનો તેમણે સ્‍વીકાર કર્યો છે. તેઓ ૨૬મી જાન્‍યુઆરીની પરેડના મુખ્‍ય મહેમાન બનશે. દક્ષિણ આફ્રિકાના રાષ્‍ટ્રપતિ સાયરીલ રામાપોસા ગાંધીજીના ચૂસ્‍ત ટેકેદાર છે અને નેલ્‍સન મંડેલાની પસંદગીના તેઓ વ્‍યકિત છે. તાજેતરમાં તેમણે લીનાસીયા કે જે જ્‍હોનીસબર્ગના દક્ષિણમાં આવેલ છે ત્‍યાં ૫૦૦૦ લોકો સાથે ગાંધી કૂચ પણ કરી હતી. મોદી સરકાર મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવવા માંગે છે ત્‍યારે આ રાષ્‍ટ્રપતિની મુલાકાત મહત્‍વની બની રહેશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.