ઉત્તર ભારતની ટ્રેનો માટે દરરોજ 10 હજાર જેટલી જનરલ ટિકિટનું વેચાણ

અમદાવાદ: પરપ્રાંતીયોની ઉત્તર ભારત તરફ જવાની આગેકૂચ ચાલુ જ છે, તેના કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ જઈ રહી છે. આજે અમદાવાદથી ઉપડતી અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોનું વેઇટિંગ રપ૦ થયું છે. આ માત્ર રિઝર્વેશનની વાત છે, જ્યારે જનરલ કોચની ટિકિટોના વેચાણમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. છેલ્લા ચાર -પાંચ દિવસથી રોજની ૧૦ હજારથી વધુ અનરિઝર્વ્ડ રેલ ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે

છેલ્લા પાંચ દિવસ દરમિયાન પ૦ હજારથી વધુ અનરિઝર્વ્ડ રેલ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. કેટલાક પ્રવાસીઓ અમદાવાદ સિવાય આસપાસના સ્ટેશનથી ટ્રેનમાં જગ્યા મળે તે માટે બોર્ડિંગ કરી રહ્યા છે. આટલી બધી ટિકિટોનું વેચાણ એ એકમાત્ર પરપ્રાંતીયો સાથે બનેલી ઘટના જ નથી, પરંતુ નજીકના સમયમાં આવી રહેલો છઠપૂજનનો તહેવાર અને દિવાળી પણ વધુ બે કારણ ગણવામાં આવે છે.

રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનોની ટિકિટનું વેચાણ મોટી સંખ્યામા વધ્યું છે. ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં એવરેજ ટિકિટોનું વેચાણ ર લાખ આસપાસ હતું. જયારે આ મહિનામાં પાંચ જ દિવસનું એવરેજ વેચાણ ર લાખથી વધુ થયું છે.

તે પરપ્રાંતીય મુસાફરો જ છે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલમાં માહોલ ઠીક નહીં લાગતાં વતન તરફ જતા પ્રવાસીઓની સંખ્યા પણ મોટી છે તે બાબત નોંધનીય છે. કેટલાક કિસ્સામાં તેઓ અંગત કારણસર પણ જઈ રહ્યા હોય તેવું બની શકે છે. આ માત્ર રેલવે સ્ટેશનની વાત છે એટલે કે રેલ પ્રવાસીઓની વાત છે.

બીજી તરફ એસટી બસો પણ સામાન્ય રીતે તહેવારોની સિઝન ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. અત્યારે ગુજરાતના માહોલ ઉપરાંત અનેક અંગત કારણસર રેલ પ્રવાસીઓની સંખ્યામાં બમણાથી વધુનો વધારો થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.