પર્યાવરણ જાળવણી માટે ડીસાથી ઢીમા સુધી સાયકલિંગ

થરાદ:  રવિવારે તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ  ડીસા થી ઢીમા ધરણીધર મંદિર સુધી સ્પેસ ફોર સાયકલિંગ ડીસા ગ્રુપ દ્વારા કુલ ૭૭ કિલોમીટર  સાઈકલિંગ કરવામાં આવી હતી. આ સાઇક્લિંગનો હેતુ પર્યાવરણની જાળવણી અને લોકોની અંદર સાઈકલિંગ પ્રત્યેની ઉત્સાહ જાગે એવો હતો. સ્પેસ ફોર સાયકલિંગ ગ્રૂપ દ્વારા અવાર નવાર સાઈકલિંગના પ્રવાસનું આયોજન કરવામાં આવે છ. આ ગ્રુપ દ્વારા અંબાજી, ઉદેયપુર, જેસલમેર, માઉન્ટ આબુ, તેમજ ડીસાની આજુ બાજુના દરેક વિસ્તારમાં સાઈકલિંગ કરવામાં આવે છે તથા દર વર્ષે  ડીસા થી અંબાજીની સાઇકલ યાત્રા ભાદરવી પૂનમ ઉપર કરવામાં આવે છે. આજે ડીસાથી ઢીમાના સાઇકલ યાત્રામાં છ વ્યક્તિઓ જોડાયેલા ગ્રુપની શરૂઆત કરનાર એવા ડો. વિશાલભાઈ ઠક્કર, દિનેશ ભાઈ જમકુડી, સુરેશ ભાઈ સોલંકી, પ્રાંજલ પટેલ અને ડો. ગોપાલભાઈ જોશી અને રામસિંહજી વાઘેલા સાયકલ યાત્રા કરી હતી. ડીસાથી ઢીમા યાત્રામાં લગભગ ચાર કલાક અને દસ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. દરેક વ્યક્તિ જાગૃત થાય અને ખૂબ સાઇકલ ચલાવે અને પર્યાવરણની જાળવણી કરે એ આ ગ્રુપનો હેતુ છે. અને ધરણીધર ભગવાનના દર્શન કર્યા બાદ થરાદ વાવ વિસ્તારના ભામાશા તરીકે ઓળખાતા સ્વ. વરધાજી બારોટના સુપુત્ર ભરતસિંહજી બારોટે બધા જ માટે ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી. ગૃપ દ્વારા તેમનો પણ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.