થરાદ-સાચોર હાઇવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત

બનાસકાંઠામાં ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં થયો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ટ્રેક્ટરના બે ફાડચા થઇ ગયા હતા. આ ઘટનામાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે બે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જેથી તેમણે તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બુધવારે મોડી સાંજે બનાસકાંઢાના થરાદ-સાચોર હાઇવે પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. ટ્રેકે ટ્રેક્ટરને એટલી હદે ટક્કર મારી હતી કે, સ્થળ પર જ ટ્રેક્ટરના બે ભાગ થઇ ગયા હતા. ટ્રેક્ટરના એકે એક પોર્ટસ અલગ અલગ થઇ ગયા હતા.
 
આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે ટ્રેક્ટર ઉપર સવાર બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.