ઝાત અને આકોલી ગામમા વર્ષોથી ચાલતા રેતી ખનન સામે હજુ પણ તંત્ર મૌન

 
 
ઝાત અને આકોલી ગામમા વર્ષોથી ચાલતા રેતી ખનન સામે હજુ પણ તંત્ર મૌન
 
 
       દાંતીવાડાના ઝાત અને આકોલી, જોરાપુરા ભાંડલી, ગોઢની બનાસ અને સીપુ નદીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખનન માફિયા દ્વારા બેરોકટોક ખનન થતું હતું. જે બાદ ગુરુવારે  બનાસકાંઠા જિલ્લા કલેકટરને જાગૃત નાગરીક દ્વારા જાણ કરવામાં આવતા કલેક્ટર દ્વારા  તપાસના આદેશ આપવામાં આવતા સ્થાનિક મામલતદાર તથા અધિકારીઓ  કાર્યવાહી કરવા માટે દોડતા થયા હતા. પરન્તુ દાંતીવાડા તાલુકાના અન્ય ગામો માં મોટા પ્રમાણમાં રોયલ્ટી વગર બિનકાયદેસર ખનન થઈ રહ્યું છે અને અગાઉ પણ  ગોઢ ગામે ખેડૂતોના ટ્રેક્ટર પકડી તંત્રએ સંતોષ માન્યો હતો. જે બાદ પણ અને સીપુ નદીમાં આજદિન સુધી એક પણ રેતી લીઝને કાયદેસરની મંજુરી આપવામાં આવી નથી. પરંતુ કરોડો રૂપિયાની રેતી સ્થાનિક અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગ અધિકારીઓની મિલી ભગતના કારણે સિપુ નદીની કરોડોની રેતીની ચોરી થઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.