સોયલા રેલ્વે ફાટક લોકો માટે શિરદર્દ સમાન બન્યો

 
 
                                           ઉત્તર પશ્ચિમ રેલ્વેને જાડતું ભીલડી રેલ્વે જંકશન પર દિવસે દિવસે રેલ્વે સુવિધાઓનો વધારો થતો જાય છે. આટલા વર્ષો સુધી ભીલડી રેલ્વે સ્ટેશન પર સીંગલ બ્રોર્ડ ગેજ લાઈન હતી જેની સુવિધાઓમાં વધારો થતા અત્યારે ડબલ લાઈનનું કામ પૂરજાષમાં ચાલી રહ્યું છે. તેમજ બીજી બાજુ ભીલડી પાટણને જાડતી બ્રોડગેજ રેલ્વે ટ્રેકનું કામ પણ પૂર્ણતાને આરે પહોંચ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પાટણ ભીલડી રેલ્વે લાઈનને શરૂ કરી દેવાના સમાચાર મળી રહ્યા છે. આ રેલ્વે ટ્રેક શરૂ થવાની સાથે જ ભીલડી જંકશન પર ભીલડી ભૂજ (કચ્છ) ભીલડી, પાલનપુર, ભીલડી, જાધપુર (રાજસ્થાન) તેમજ ભીલડી, પાટણ એમ ચાર રેલ્વે લાઈનનો સંગમ થતાં જ ભીલડી રેલ્વે પર રેલ્વે ગાડીઓની અવર-જવરમાં પણ વધારો થશે. પરંતુ ભીલડી રેલ્વે જંકશનની બાજુમાં આવેલ સોયલા રોડ પર આવેલ ફાટક આ રોડ પરના ગામોના વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગયેલ છે. આ રેલ્વે પરની બધી જ લાઈનો બ્રોડ ગેજ હોવાથી અને વધુ પડતી ટ્રેનો તેમાં રેક જતી હોવાથી આ રોડ પરની ફારક મહદઅંશે બંધ રહેતી હોય છે. અને આ ફાટક રેલ્વે જંકશનને અડીને આવેલ હોવાથી અહીથી ઉપડતી અને આવતા ટ્રેનોની ગતિ ધીમી હોવાને લીધે ફાટક બંધ થતાં જ વાહન ચાલકોને લગભગ ર૦-રપ મિનીટ રાહ જાઈને ઉભા રહેવું પડે છે.જેના લીધે પેટ્રોલ અને નાણા તેમજ સમયનો વ્યર્થ થતો હોય છે. આમ ભીલડી રેલ્વે જંક્શન ધીમે ધીમે ટ્રાફિકની સમાચારની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે. અંડરબ્રિજના અભાવે વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. આ સમસ્યાની નિરાકરણ માટે રાજકીય આગેવાનોને પણ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આ અંગેની માંગ સાથે બલોધર ગામના સમાજ સેવક મગનલાલ (વકીલ) દ્વારા ફાટક પર બે દિવસ આંદોલન તેમજ કેન્ડલ માર્ચ પ્રતિક ઉપવાસ ઉપર પણ બેઠેલ હોવા છતાં આજદિન સુધી સરકારની ઉંઘ ઉડી નથી.
ભીલડી સોયલા રેલ્વે ફાટક નં.૪૩ ઉપર આજુબાજુના પ૦ જેટલા ગામોની પ્રજાની અવર જવર થતી હોય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.