બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવા દીઓદર તાલુકાના ગૈશાળા સંચાલકો દ્વારા આવેદન પત્ર

બનાસકાંઠા જીલ્લામાં નહીવત વરસાદને લઈ  ગુજરાત સરકારે  બનાસકાંઠામાં પણ ચાર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરેલ અને બાકીના તાલુકા અછતમાં સામેલ નથી જેમાં દીઓદર તાલુકાનો પણ સમાવેશ થાય છે. જીલ્લામાં દુષ્કાળની Âસ્થતિ સર્જાઈ છે. જીલ્લામાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમા ઘાસની અછત સર્જાતાં પશુઓની હાલત કફોડી બનવા પામેલ છે. અમુક વિસ્તારમાં થયેલ વરસાદને કારણે આખા તાલુકામાં વરસાદ થયેલ છે તેવું ગણી શકાય નહિં આ બાબતે સરકારે વરસાદના આંકડા ધ્યાનમાં ન લેતાં જવાબદાર અધિકારીઓ મારફતે સર્વે કરાવી અમુક તાલુકાને નહી પણ સમગ્ર બનાસકાંઠા જીલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા બાબતે બ.કાં.જીલ્લા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશનના ઉપપ્રમુખ જે.બી.દોશીના અધ્યક્ષસ્થાને દીઓદર ગજાનંદ ગૌશાળામાં ગૌશાળા સંચાલકોની બેઠક યોજાયેલ. તેમજ દીઓદર પ્રાંત ઓફીસર, દીઓદર  મામલત દાર, તથા દીઓદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા તથા પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણને આવેદન પત્ર આપવામાં આવેલ. તેમજ ર૦૧૭માં અતિવૃષ્ઠીમાં ૪ માસનું ઘાસ વિના મુલ્યે આપવાની જાહેરાત કરેલ.જેના અનુસાંધાને સરકાર દ્વારા બે માસનું ઘાસ વિના મુલ્યે આપવા પરિપત્ર થયેલ. તે પૈકી ૩પ લાખ કીલો ઘાસ આપવાનું બાકી છે. તે તથા બાકીના ર માસનું ઘાસ આપવાઅંગેની માંગણી કરવામાં આવેલ. આ પ્રસંગે દીઓદર તાલુકાના ગૌશાળા સંચાલકો બહોળી સંખ્યામાં હાજર રહેલ.જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં પશુઓનો નિભાવ થાય છે. વર્તમાન સમયે વરસાદ ઓછો હોવાથી ઘાસચારો થયો નથી. પશુઓનો નિભાવ કરવો ઘણો મુશ્કેલ બન્યો છે. જેમા સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવો જાઈએ. અમો તથા જીલ્લાની દરેક ગૌશાળા અને પાંજરાપોળના તમામ સંચાલકો સોમવારે જીલ્લાકક્ષાએ રજુઆત પણ કરવાના છીએ.અને વિધાનસભાના તમામ ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવાના છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.