હારીજ પોલીસે જાસ્કા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

 
 
 
 
 
                                  ગત તા.૦૯/૦૩/૨૦૧૯ ના રોજ પોલીસ અધિક્ષક શોભા ભુતડાની જીલ્લામાં ચાલતી પ્રોહી-જુગારની બદીને નેસ્તનાબુદ કરવાની સુચના તથા ના.પો.અધિ. એચ.કે.વાઘેલા સા.ના માર્ગદર્શન હેઠળ હારીજ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એચ.એલ જોષી  તથા અ.હેડ.કોન્સ. ખોડાજી સોમાજી તથા અ.હેડ.કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબખાન તથા અ.પો.કોન્સ. વિજયભાઇ લગધિરભાઇ તથા અ.પો.કોન્સ.રણજીતજી વિરાજી વિગેરે પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે. વિસ્તારમા સરકારી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોડના અ.હેડ. કોન્સ. અબ્દુલકૈયુમ મીરસાબ ખાન તથા અ.હેડ. કોન્સ. ખોડાજી સોમાજી નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે નિરાશ્રીત ઠાકોર પાંચાભાઇ ડાહયાભાઇ રહે.સિનાડ રાધનપુરવાળો પોતાની એમ.એચ.પાર્સીગની સીલ્વર કલરની એસેન્ટ ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રવદ ગામ થઇ જાસ્કા તરફ આવવાનો છે જે હકીકત આધારે સદરી ગાડીને નાકાબંદી-પીછો કરી જાસ્કા ગામે રવદ જતા રોડની બાજુમા આવેલ તળાવમાંથી ગાડી નં.એમએચ. ૦૩.એફ.૯૮૯ર ની માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલો નંગ-૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/-ની તથા ગાડી કિ.રૂ.૧,૦૦, ૦૦૦/- તથા ગાડીમાંથી મળી આવેલ.તેમજ  માબાઇલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૫૦, ૦૦૦/- નો પકડી પાડેલ તેમજ ગાડીનો ચાલક ગાડી મુકી બાજુમા આવેલ બાવળની ઝાડીમા થઇ ખેતર તરફ અંધારાનો લાભ લઇ સંતાઇ કયાંક નાશી ગયેલ જેની શોધખોળ કરતા મળી આવેલ નહી જેથી સદરી વિરૂધ્ધ હારીજ પોસ્ટે. પ્રોહી એક્ટ મુજબ ગુન્હો રજી કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.