જીજા-સાળીમાંથી પતિ-પત્ની બનેલા કપલે પુલ પરથી પડતું મૂક્યુ, મહિલા હતી પ્રેગ્નેન્ટ

દમોહ: દમોહ-જબલપુર હાઈવ પર આવેલા વ્યારમા નદીના પુલ પરથી જીજા-સાળીમાંથી પતિ-પત્ની બનેલા દંપતિએ છલાંગ લગાવી દીધી છે. બંનેએ ત્રણ મહિના પહેલાં જ લવ મેરેજ કર્યા હતા. ઘટનામાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ છે. બંને દાદીના અગ્નિ સંસ્કારમાંથી ઈન્દોરથી ઘરે પરત આવી રહ્યા હતા.

 

પોલીસે જણાવ્યું કે, જિલ્લાના નોહટા વિસ્તારમાં રહેતા મનોજ યાદવ તેમની દાદીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. બે કલાક પછી તે તેમની પત્ની સાધનાને લઈને પુલ પર ગયો અને સાંજે પાંચ વાગે બંનેએ ત્યાંથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં સાધનાનું મોત થઈ ગયું છે જ્યારે મનોજ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે જણાવ્યું કે, મનોજ વિરુદ્ધ જબલપુર પોલીસ સ્ટેશનમાં રેપ, અપહરણ સહિત અનેક કલમ અંતર્ગત કેસ દાખલ છે. આ ફરિયાદ સાધનના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.

બંનેએ આ પગલું કેમ લીધું તે વિશે હજુ કશો ખુલાસો થયો નથી.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે પારિવારિક ઝઘડાનું કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અંદાજે 3 મહિના પહેલાં મનોજે તેના મોટા ભાઈ વિનોદની સાળી સાથે લવ મેરેજ કર્યા હતા.
- લગ્ન પછી મનોજ પત્ની સાથે ઈન્દોર રહીને નોકરી કરતો હતો. સાધના-મનોજના સંબંધ પહેલાં જીજા સાળીના હતા પરંતુ ત્યાર પછી બંને વચ્ચે અફેર થતાં તેમણે ઘરેથી ભાગીને પરિવારજનોની મરજી વગર લગ્ન કરી લીધા હતા. ત્યારપછી પરિવારજનોએ મજબૂરીમાં લગ્નને સ્વીકારીને સમાજમાં સ્વીકૃતિ લગ્ન કરાવી આપ્યા હતા. ત્યારથી મનોજ ઈન્દોરમાં સાધના સાથે રહીને નોકરી કરતો હતો.


 જોકે અમુક લોકોનું કહેવું છે કે, સાધના-મનોજનો સંબંધ પરિવારજનોએ સ્વીકારી લીધો હતો પરંતુ સમાજે સ્વીકાર્યો નહતો અને તેથી પણ બંનેએ આત્મહત્યા કરી લીધી હોય તે શક્ય છે.

 નોહટાના પ્રભારી જિતેન્દ્ર ભદૌરિયાએ જણાવ્યું છે કે, ઘટના સાંજે પાંચ વાગ્યાની છે. નદીમાં પાણી ન હોવાના કારણે પથ્થર સાથે અથડાવાથી મહિલાનું ગંભીર રીતે મોત થયું છે જ્યારે મનોજ ગંભીર રીતે ઘાયલ છે. મનોજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની પૂછપરછ પછી જ સમગ્ર ઘટનાનો ખુલાસો થઈ શકશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.