બસની નીચે બેઠો હતો 10 ફૂટ લાંબો ખતરનાક અજગર, જોતા જ ચીસો પાડવા લાગ્યા પેસેન્જર

જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમને ખબર પડે કે તમારી સીટની નીચે ખતરનાક અજગર બેઠો છે તો તમે શું કરશો? ચોક્કસ તમે હોંશ ગુમાવી બેસશો. એવો જ એક નજારો જોવા મળ્યો છે દેશની રાજધાની ડીટીસીની બસમાં. જ્યારે એક 10 ફૂટ લાંબો અજગર બસમાં બેસેલો મળ્યો.
 
વિગતો અનુસાર, ડીટીસીની રાજઘાટ ડેપો-2ની બસમાં એક 10 ફૂટનો અજગર મળ્યો. જેને વન્ય જીવ સંરક્ષણ કરનારી એક એનજીઓએ રેસ્ક્યૂ કરીને જંગમાં છોડી દીધો. વન્ય જીવ સંરક્ષણ એનજીઓ એસઓએસને ગુરુવારે રાત્રે એક ઈમરજન્સી કોલ મળ્યો હતો, તેમણે જણાવવામાં આવ્યું કે, બસ ડ્રાઈવરે સીએનજી ભરાવતી વખત બસ નીચે કંઈક વિચિત્ર અવાજ સાંભળ્યો. જ્યારે તેણે એ અવાજ વિશે જાણવાનો પ્રયાસ કર્યો તો વિશાળકાય અજગર જોયો.
 
મીડિયા અહેવાલો પ્રમાણે, ડેપોના એક કર્મચારી લોકેશ કુમારે જણાવ્યું કે, બસ ડ્રાઈવરને બસ નીચેથી એક અવાજ સંભળાયો. તેણે જેવા અવાજ વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને બસ નીચે જોયું, તો ત્યાં દસ ફૂટ લાંબો અજગર બેસેલો હતો, અજગરને જોતા જ ડ્રાઈવર ધ્રુજવા લાગ્યો અને અમને માહિતી આપી. અજગરની માહિતી મળતા જ એનજીઓના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા. ત્યારબાજ અજગરને પકડી લીધો.
 
ઉલ્લેખનીય છે કે, વરસાદી વાતાવરણના કારણે સાંપ જંગલોમાંથી બહાર આવીને રહેણાંક વિસ્તારમાં પહોંચી જાય છે. ભારતીય અજગરો ઝેરી નથી હોતા, પરંતુ તે ડંખ મારતા ગંભીર ઈજા થઈ શકે છે. થોડા દિવસ પહેલા પણ એક વ્યક્તિના સ્કૂટર પર એક અજગર બેસેલો જોવા મળ્યો હતો. જેને વન્ય જીવ સંરક્ષકની ટીમે રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડી દીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.