ભાભર તાલુકાના લાડુલા ગામની વિધાર્થીનીને સાપ કરડ્યો

ભાભર તાલુકાના લાડુલા પ્રા. શાળામાં વાલ્મિકી આરતીબેન ભરતભાઇ ધોરણ -3માં અભ્યાસ કરતી વિધાર્થીનીને 2 દિવસ અગાઉ તેના ઘરે ફળિયામાં રમતા સાપ કરડતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. તેને બેભાન અવસ્થામાં ભાભરમાં ખાનગી હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરેલ. સાંપનું ઝેર વધુ શરીરમાં વધુ પ્રસરી જતા નાની બાળકીની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ વધુ સારવારાર્થે હોસ્પિટલ રાધનપુરમાં દાખલ કરવામાં આવી હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતી સામાન્ય હોવાથી સારવાર અર્થે પૈસાની જરૂર પડતા તેમના શાળાના આચાર્ય રામિલાબેનને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયેલ. તેમની વિધાર્થીનીને આર્થિક મદદ કરેલ વધુ સારવાર મળતાં વિદ્યાર્થીઓની હાલત સારી થઈ જવા પામી હતી. હોસ્પિટલના ડૉક્ટર દ્વારા પણ સારો સહયોગ મળેલ. રમીલાબેન દ્વારા જીવદયા પ્રેમીવેપારી વર્ગ દ્રારા રૂ. 12,200/- ફાળો એક કલાકમાં એકઠો કરી આપી આ દીકરીને મદદ કરેલ હોવાથી તેનો જીવ બચી ગયેલ છે. તેમજ આનંદનગર (અ) પ્રા. શાળાના આચાર્ય અને ભાભરના ડોક્ટરો તમામ અને વેપારી ગણ દ્વારા સારો સહયોગ મળતા એક વાલ્મિકી સમાજની ગરીબ દીકરી અને ધોરણ -૩ની વિદ્યાર્થિનીનો જીવ બચી જવા પામી છે. આર્થિક મદદથી વધુ સારવાર મળતાં ગરીબ દીકરીનો જીવ બચી જવા પામ્યો તેનો આનંદ લાડુલા ગામમાં છવાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.