02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાં બાંધકામ દરમિયાન લિફ્ટ પડતાં શ્રમિકનું મોત : બે ને ઇજા

પાલનપુરમાં બાંધકામ દરમિયાન લિફ્ટ પડતાં શ્રમિકનું મોત : બે ને ઇજા   16/11/2019

પાલનપુર જુના માર્કેટયાર્ડમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન શનિવારે સાંજે કોંક્રેટ ઉપર લઈ જવા માટે ગોઠવેલી લિફ્ટ પડતાં નીચે કામ કરી રહેલા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
 
પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કોઈ વેપારી દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં સિમેન્ટ અને કૉંક્રેટનો માલ ઉપર લઈ જવા માટે લિફ્ટ ગોઠવવામાં આવી હતી. જે એકાએક તૂટી પડતાં નીચે પટકાઈ હતી. આ ઘટનામાં નીચે કામ કરી રહેલા મૂળ કચ્છના અને હાલ ડીસા રહેતા કાંતિભાઈ રામજીભાઈ પ્રજાપતિ ને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. જ્યારે રૂડાજી પ્રજાપતિ અને અન્ય એક શ્રમિકને ઈજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. મૃતદેહને  સિવિલ હોસ્પિટલ માં પીએમ અર્થે ખસેડાયો હતો.

Tags :