ડીસાના સગીર બાળકને માર મારી જાતીય સતામણીનો વિડિયો વાયરલ

ડીસા : બનાસકાંઠાના ડીસામાં સોશ્યલ મીડિયાના ટિક ટોક સહિતના દુષણને લઈને  અનેક વિકૃત ઘટનાઓ  સામે આવી રહી છે. વિડિયો બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં યુવકો ગુનાહિત કૃત્ય કરી કાયદાનો પણ ભંગ કરી રહ્યા હોવાની એક પછી એક ઘટના બની રહી  છે. જેમાં થોડા સમય અગાઉ ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવી દેવાનો વિડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ ડીસા કોલેજ નજીક પણ કેટલાક યુવાનો દ્વારા વિચિત્ર વેશ ધારણ કરી કોલેજની  વિદ્યાર્થીનીઓને ડરાવવા મામલે ચારેક યુવાનો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. જે ઘટના બાદ ગુરુવારે ડીસામાં ફરી એક વિકૃત અને નિંદનીય ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થતા હડકમ્પ મચી જવા પામ્યો છે. જેમાં પાંચેક શખ્સો દ્વારા દારૂના નશામાં ધૂત બની એક ૧૩ વર્ષના સગીરને નગ્ન કરી તેને સોટી વડે માર મારી  તેની જાતીય સતામણી કરતો વિડિયો બનાવી  સોસીયલ મીડિયામાં વાઇરલ કરતા સમગ્ર ડીસા શહેરમાં આક્રોશ સાથે હડકમ્પ મચી ગયો છે. આ ઘટનાના પગલે  ભોગ બનનારા બાળકના પિતાએ ઉત્તર પોલીશ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.