ચાણસ્મા તાલુકામાં ખેતી માટે ૧ર કલાક વીજ પુરવઠો આપવા ખેડૂતોની માંગ

 
 
 
 
 
ચાણસ્મા
ચાણસ્મા તાલુકામાં અપુરતા વરસાદને કારણે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પાતાળ કુવાઓ ઉપર ખેતી માટે આઠને બદલે દસ કલાક વિજપુરવઠો આપવા માટેની જાહેરાત કરી હતી. પરંતુ માત્ર ર૦ જ દિવસમાં એકાએક ઉ.ગુ. વિજકંપની દ્વારા બે કલાકનો વિજ કાપ આપી ફરીથી અગાઉના ટાઈમટેબલ મુજબ થ્રીફેજ વિજ પુરવઠો એકાદ અઠવાડીયાથી આપવાનું ચાલુ કરવામાં આવતાં દુષ્કાળગ્રસ્ત ખેડુતોના માથે આભ ફાટ્યું છે.
 પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં ચોમાસુ સીઝનનો માત્ર પ ઈંચ કરતાં ઓછો વરસાદ થવાથી સમગ્ર તાલુકામાં સુકા દુષ્કાળનું સંકટ ઘેરાયુ છે. એકબાજુ કુદરત રૂઠી છે જ્યારે બીજી બાજુ સરકાર પણ આ વિસ્તારની ખેતીને બચાવવા પુરતો વીજ પુરવઠો આપવા અંગુઠો બતાવી રહી છે. ખેતી બચાવવા સરકારે આઠને બદલે દશ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાતનો અમલ કર્યો હતો. પરંતુ જાહેરાતના માત્ર ર૦ દિવસ સુધી જ આ જાહેરાત મુજબ પાવર આપવામાં આવ્યો હતો. પરંતુ એકાદ અઠવાડીયાથી ઉ.ગુ.વિજ કંપની તરફથી ખેતી માટે બે કલાક વિજપુરવઠો ઘટાડી દેવામાં આવતાં આ વિસ્તારના ખેડુતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. એકબાજુ પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. આ વિસ્તારની ખેતી નિષ્ફળ જતાં ખેડુત પાયમાલ થઈ રહ્યો છે. બીજી બાજુ ઉત્પાદનની ઘટની સાથે પોષણક્ષમ ભાવો મળતા નથી. અને મોંઘવારીએ માઝા મુકી છે. તેવા કપરા સંજાગોમાં જાહેરાતો માત્ર કાગળ ઉપર થઈ રહી છે. ત્યારે ખેતી માટે પીયતના બોર ઉપર સીઝન પુરી થાય ત્યાં સુધી સતત ૧ર કલાક વીજ પુરવઠો આપવા આ વિસ્તારના ખેડુતોની માંગણી છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.