વડગામ તાલુકા ભાજપની સંરચનામાં દિગજજો કપાતા નવાજુનીના એંધાણ

છાપી : બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત જિલ્લામાં પ્રમુખ મંત્રીની નિમણુંકનો દોર શરૂ કરાયો છે ત્યારે વડગામ તાલુકામાં મંડલ સંરચનાની બેઠકમાં સ્થાનીક કાર્યકરો સહિત આગેવાનોની અવગણના કરી વડગામ ભાજપમાં ફરી એકવાર હોદ્દેદારો નિમણુંકમાં જિલ્લા તેમજ પ્રદેશ ભાજપ દ્રારા મનમાની કરાતા વડગામ ભાજપમાં ભારે અસંતોષ હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે શિસ્તના તાંતણે બંધાયેલા કાર્યકરો ખુલીને બોલવા તૈયાર નથી.
વડગામ તાલુકા ભાજપમાં નવી ટર્મ માટે પ્રમુખ અને મંત્રીના હોદ્દેદારોની રેસમાં અનેક દિગ્ગજ આગેવાનોએ ઘણા સમયથી લોબિંગ શરૂ કર્યું હતું. જેનું પ્રભારી દુષયત પંડયાએ પણ કાર્યકરોને સંબોધનમાં છેલ્લા કેટલાક દિવસોથી નિમણુંકોને ભલામણો માટે સેંકડો ટેલિફોન આવ્યા હોવાની કબૂલાત કરી હતી.આમેય વર્ષોથી વડગામ ભાજપ બે ખેમાંમાં વહેચાયેલું છે તેવામાં બુધવારે પ્રભારી દુષયત પંડ્‌યાના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ના ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ દ્રારા વડગામ ભાજપના આગામી પ્રમુખ સહિત બે મંત્રીઓના નામ જાહેર કરતા સંરચનાની બેઠકમાં ઉપસ્થિત કાર્યકરો મિશ્ર પ્રત્યાઘાત સાથે દાવેદારોનો ઉત્સાહ ઓસરી ગયો હતો અને અંદરો અંદર ભારે નારાજગી સાથે ગણગણાટ શરૂ થયો હતો.આ વખતે ફરી તાલુકામાં મંડલસંરચનામાં મનમાની કરાતા ચૌધરી સમાજની નારાજગી પ્રવર્તી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.જેના કારણે આવનાર ૨૦૨૨ની વિધાન સભાની ચૂંટણીનું પરિણામને લઈ ફરી પ્રશ્નાર્થ ઉભો થયો છે. દરમિયાન તાજેતરમાં થરાદ અને રાધનપુર ની પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક કાર્યકરોની લાગણી વિરુદ્ધ પસંદગી કરાતા જિલ્લામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્‌યો હતો. જોકે વડગામ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે તેવામાં સ્થાનીક કાર્યકરો દ્રારા કોંગ્રેસના ગઢને ધ્વસ્ત કરવા અથાગ પ્રયત્નો કાર્યકરો દ્રારા કરવામાં આવ્યા છે.જેમાં ભૂતકાળમાં સફળતાઓ મેળવી વિજય પ્રાપ્ત કર્યા છે.દરમીયાન તાજેતરમાં થયેલ નિમણુંકોને લઈ કાર્યકરોની નારાજગી વડગામમાં ભાજપને ભારે પડે તો નવાઈ નહિ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.