ડીસામાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી

ડીસા પંથકમાં ચાલુ ચોમાસા દરમિયાન આસો માસ સુધી વરસાદ ચાલુ રહેતા ખેતીના પાકને નુકશાન થવા સાથે રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે ત્યારે બુધવારે ડીસામાં બપોરે બે વાગ્યેના સુમારે અચાનક આકાશી વાદળો ઘેરાઈ ગયા બાદ વરસાદ ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.જોકે હવામાન વિભાગ દ્વારા ઓક્ટોમ્બર માસ ચોમાસા વિદાયની સત્તાવાર જાહેરાત થઈ ગઈ હોવા છતાં હજુ ચોમાસાની વિદાય થઇ હોય તેવું લાગતું નથી આજે બુધવારે ડીસાના રેલવેસ્ટેશન,સાર્થક બગલો, ગ્રીન સીટી અને બાલાજી બગલૉ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.