(યુપી): જિલ્લાના વૃદ્ધો માટે બનાવેલા વિનાવા સેવાશ્રમમાં વૃદ્ધ મહિલાઓની સાથે જાનવરો જેવું વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. બીજેપી ધારાસભ્યોએ શુક્રવારે વિઝિટ કરી ત્યારે આ ખુલાસો થયો. વૃદ્ધોને મોઢું ખોલવા પર તેના પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવે છે. તેમને દિવસનું વાસી અને ખરાબ ખાવાનું ખવડાવવામાં આવે છે. જ્યારે ૌ . વૃદ્ધ મહિલાઓની હાલત જોઇને બીજેપી ધારાસભ્ય રોશનલાલ વર્મા અને માનવેન્દ્ર સિંહે સ્ટાફને જબરદસ્ત ઠપકો આપ્યો.
વૃદ્ધ મહિલાઓએ જણાવ્યું કે કહેવા માટે તો આ વૃદ્ધાશ્રમ છે પરંતુ અહીંની જીંદગી નર્ક જેવી છે. સુનીતા નામની કર્મચારી હિટલર જેવું વર્તન કરે છે. તે અમને વાસી ખાવાનું આપે છે. વિરોધ કરવા પર પરિણામો ભોગવવાની ધમકી આપે છે.
- આ વૃદ્ધાશ્રમમાં 27 વૃદ્ધ મહિલાઓ અને 45 વૃદ્ધ પુરુષો રહ છે. તાજેતરમાં જ વૃદ્ધાશ્રમ ચલાવતા એનજીઓ દીપ જનકલ્યાણ સમિતિને 18 લાખનું ડોનેશન મળ્યું છે. ધારાસભ્યોએ તેનો હિસાબ પૂછ્યો તો કોઇ જવાબ ન આપી શક્યું.
- એનજીઓ આ ખખડધજ મકાનનું 90 હજાર રૂપિયા માસિક ભાડું લઇ રહી છે.
- ધારાસભ્ય સ્ટાફને ઠપકો આપી રહ્યા હતા, તે જોઇને મહિલાઓની હિંમત વધી. ધારાસભ્ય જ્યારે જવા લાગ્યા તો એક મહિલા આશ્રમની બહાર આવી અને તેમના કાનમાં ફરિયાદ કરવા લાગી.
- વૃદ્ધોએ કહ્યું- તમને લોકોને જોઇને અમારી અંદર હિંમત આવી છે. અમારી સાથે અહીંયા જાનવરો જેવું વર્તન થાય છે. ધારાસભ્યએ તમામને પોતાનો ફોન નંબર આપ્યો અને કહ્યું- જ્યારે ધમકી મળે કે અન્ય કોઇપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય, તો મને ફોન કરીને જણાવજો.
એક ડરેલી-સહેમેલી વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે જે કપડા પહેરીને તે આ આશ્રમમાં આવી હતી, આજે પણ તેની પાસે તે જ કપડા છે. અહીંયા આજ સુધી તેને એક સાડી પણ મળી નથી. યોગ્ય જમવાનું પણ મળતું નથી. કાળી ચા આપવામાં આવે છે. અમે તો વિચાર્યું હતું કે બાકીની જીંદગી અહીંયા શાંતિથી વીતી જશે, પરંતુ અહીંની પરિસ્થિતિએ તો અમને રડવા પર મજબૂર કરી દીધા.
Tags :