હોંડૂરસમાં એક પરિવારની સાથે એવી ઘટના ઘટી કે તેમનો કોઇપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ ગયો. એક મહિલાએ પોતાની સાત મહિનાની દીકરીને ડાયરિયા અને અનેક પ્રકારના ઇન્ફેક્શન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્રણ દિવસ ઇલાજ બાદ બાળકીનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ડેથ સર્ટિફિકેટ પણ જાહેર કરી દેવામાં આવ્યું. પરિવાર બાળકીના અંતિમ સંસ્કાર માટે ચર્ચ પણ પહોંચી ગયા પરંતુ ત્યારે જ માતાની નજર બાળકી પર પડી ત્યારે નવી કહાણી સામે આવી હતી. માતાએ જોયું તો બાળકી શ્વાસ લઇ રહી હતી.
આ ઘટના સાન પેડ્રો સુલા સિટીની છે, જ્યાં ઇવિસ મોન્ટોયાએ પોતાની દીકરી કેલિનને રિવાસ હોસ્પિટલમાં એડમિટ કરી હતી. તેને પેડ્રિયાટિક યૂનિટના ઇન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવી હતી.
લગભગ ત્રણ દિવસના ઇલાજ બાદ ગયા સોમવારે (6 ઓગસ્ટ)ના રોજ બાળકી મૃત્યુ પામી હતી. ડોક્ટરોએ પણ તેને મૃત ઘોષિત કરી દીધી અને હોસ્પિટલમાં ડેથ સર્ટિફિકેટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
દુઃખી ઇવિસે પોતાની દીકરીની ડેડબોડીને હાથમાં લઇ હોસ્પિટલમાંથી બહાર આવી. તે દીકરીના અંતિમ સંસ્કાર માટે શહેરમાં સ્થિત પોતાના કઝિનના ઘરે મદદ માંગવા માટે પહોંચી હતી.
પાસેના જ એક ચર્ચમાં રાતના સમયે ફ્યૂનરલની તૈયારી કરવામાં આવી હતી. બધા જ સંબંધીઓ એંકઠા થઇ ગયાં હતાં. ઇવિસની પાસે કોફિન માટે રૂપિયા હતાં નહીં તેથી તેણે દીકરીની બોડી ચર્ચમાં એક ખુરશી પર જ રાખી દીધી હતી
અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ ઇવિસની નજર દીકરી પર પડી હતી. તેણે નોટિસ કર્યું કે, તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. ઇવિસ અને તેના સંબંધીઓ માટે આ બધું જ ચોંકાવનારું હતું.
તે લોકો એકવાર ફરી બેબી કેલિનને લઇને લોકલ ક્લીનિક પહોંચ્યા, જ્યાં તેને બાળકોની યૂનિટમાં એડમિટ કરવામાં આવી. ત્યાર બાદ તરત તેને આઈસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવી. હવે ત્યાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે.
આ મામલો સામે આવ્યાં બાદ રિવાસ હોસ્પિટલ સવાલોથી ઘેરાઇ ગયો છે. અહીં પેડ્રિયાટિક ડિપાર્ટમેન્ટના હેડ એલ્બા કૈમ્પોસે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાલ કોઇ પરિણામ પર પહોંચવું મુશ્કેલ છે.
Tags :