કોરોના વાઈરસ USના શેરબજાર ડાઉ જોન્સમાં 135 વર્ષનો સૌથી મોટો ઘટાડો, 1190 અંક ઘટ્યો અને સેન્સેક્સ 894 અંક ઘટી બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

 ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બનવા જઈ રહ્યો હોઈ ગઈકાલ રાત્રે અમેરિકાના શેરબજારોમાં બોલાયેલા મોટા કડાકા બાદ આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે ૧૪૪૮.૩૭ પોઇન્ટ એટલે કે ૩.૬૪ ટકાનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ ૪૧૪.૧૦ પોઇન્ટ એટલે કે આશરે ૩.૫૬ ટકાના તીવ્ર કડાકા સાથે ૧૧,૨૧૯.૨૦ બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે ૩૮,૫૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ ૧૧,૩૦૦ની મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે. અમેરિકાના શેરબજાર ડાઉ જોન્સમાં ૧,૧૯૦.૯૫ અંકનો ઘટાડો જોવા મળ્યો છે. આ ડાઉ જોન્સના ૧૩૫ વર્ષના ઈતિહાસનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. અમેરિકાના શેરબજાર ડાઉ જોન્સમાં ૧,૧૯૦.૯૫ અંકનો ઘટાડો જોવા મળ્યો છે. આ ડાઉ જોન્સના ૧૩૫ વર્ષના ઈતિહાસનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે.
 
સેન્સેક્સ પેકમાં આઈટીસી સિવાયની ૨૯ સ્ક્રીપના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સ્ક્રીપમાં મેટલ ઈન્ડેક્સ સૌથી વધારે ૫૫૦ એટલે કે ૬.૨૧ ટકા, ઓટો ઈન્ડેક્સ ૬૧૧.૦૭ પોઇન્ટ એટલે કે ૩.૭૮ ટકા, આઈટી ઈન્ડેક્સ ૮૯૦.૯૨ પોઇન્ટ અથવા ૫.૬૧ ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૯૩.૮૬ પોઇન્ટ અથવા ૩.૦૩ ટકા ગગડ્યા છે. આ અગાઉ પ્રારંભિક કામકાજમાં ભારતીય શેરબજાર આજે જે આશરે ૧૧૦૦ પોઇન્ટનો કડાકો આવ્યો હતો. તેને લીધે રોકાણકારોની કુલ સંપત્તિમાં શરૂઆતની ૧૫ મિનિટમાં આશરે રૂપિયા પાંચ લાખ કરોડનું ધોવાણ થયું હતુ. બીએસઈ ખાતે કુલ ૨૬૨૦ સ્ક્રીપમાં કામકાજ થઈ રહ્યું છે,જે પૈકી ૨૦૧૧ સ્ક્રીપના ભાવોમાં મંદી જોવા મળે છે, ૪૫૬ સ્ક્રીપમાં સામાન્ય સુધારો જ્યારે ૧૫૩ સ્ક્રીપના ભાવ યથાવત છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૪૭૨.૧૭ પોઇન્ટ અથવા ૩.૧૩ ટકા અને ૫૦૦.૪૭ પોઇન્ટ એટલે કે ૩.૫૨ ટકાનો ઘટાડો થયો છે. ફોરેન પોર્ટફોર્લિયો ઈન્વેસ્ટર્સ (હ્લૈઁં) અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ચોતરફથી તમામ સેક્ટરોમાં મોટા પ્રમાણે વેચવાલી કરી રહ્યા છે.
 
ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ ૧,૧૯૦.૯૫ પોઇન્ટ એટલે કે ૪.૪૨ ટકાના ઘટાડા સાથે ૨૫,૭૬૬.૬૪,જીશ્ઁ ૫૦૦ ૧૩૭.૬૩ પોઇન્ટ ૪.૪૨ ટકા ૨,૯૭૮.૭૬, બ્રાઝીલ બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ ૧૦,૬૯૭.૮૮ પોઇન્ટ એટલે ૯.૪૧ ટકા તૂટી ૧૦૨,૯૮૩.૫૪ રહ્યા હતા. એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી ૮૬૮.૧૧ પોઇન્ટ અથવા ૩.૯૬ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ૬૭૦.૩૪ પોઇન્ટ અથવા ૨.૫૦ ટકા, ચીનનો શાંઘાઈ એસઈ કોમ્પોઝીટ ૧૦૦.૭૬ પોઇન્ટ અથવા ૩.૩૭ ટકા ગગડ્યા છે. જ્યારે યુરોપમાં ઈગ્લેન્ડો એફટીએસઈ-૧૦૦ આશરે ૨૪૬.૦૭ પોઇન્ટ અથવા ૩.૪૯ ટકા, ફ્રાંસનો સીએસી-૪૦ આશરે ૧૮૮ પોઇન્ટ અથવા ૩.૩૨ ટકા, જર્મનીનો ડીએએક્સ આશરે ૪૦૭ પોઇન્ટ અથવા ૩.૧૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.