પાલનપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

પાલનપુર રેલવે સ્ટેશને ખાતે રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાં મુસાફરોના સામાન ચેકિંગ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન રેલવે દ્વારા કોન્ટ્રાકટ ઉપર રખાયેલા એસી કોચના એટેન્ડેન્ડ પાસેની બે બેગોમાંથી રૂપિયા ૨૫૦૦૦ની કિંમતની વિદેશી દારૂની કુલ ૪૫ બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર ખાતે ગુજરાત રેલવે પીએસઆઇ પી. એસ. ગૌસ્વામી સ્ટાફ સાથે રેલવે સ્ટેશને આવેલી હરિદ્વાર યોગા એક્ષપ્રેસમાં મુસાફરોના સામાનની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન એસી બી- ૪ કોચમાં મુંબઇ બાન્દ્રા રેલવે સ્ટેશને કોન્ટ્રાકટથી રહેલા એસી કોચના એટેન્ડેન્ડ મુળ મધ્યપ્રદેશના રિવા જિલ્લાના જવા ગામના આશિષકુમાર સત્યનારાયણ કુસ્વાહા પાસેથી બે બેગોમાંથી વિદેશી બ્રાન્ડની રૂપિયા ૨૫૦૦૦ની વિદેશી દારૂની કુલ ૪૫ બોટલો મળી આવી હતી. જેની પોલીસે અટકાયત કરી પુછતાછ કરતાં વિદેશી દારૂ તેણે મધ્યપ્રદેશના રેવાડીથી ખરીદી કલોલ ખાતે આપવાનો હોવાનું જણાવ્યું હતુ. જેની સામે ગૂનો નોંધી પીએસઆઇ પી. એસ. ગૌસ્વામી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.