બંગાળમાં બુલબુલ વાવાઝોડું ત્રાટક્યુ : ૧૦ મોત

ભુવનેશ્વર : ચક્રવાતી તોફાન બુલબુલના કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થતાં ચારેબાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. સાથે સાથે ભારે વરસાદ અને તોફાન સાથે સંબંધિત બનાવોમાં ૧૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. એક લાખથી પણ વધુ લોકોને નિચાણવાળા દરિયાકાંઠાના ગામોમાંથી સુરક્ષિતરીતે ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને ચક્રવાતી બુલબુલ વાવાઝોડાએ પાર કર્યું ત્યારે પવનની ગતિ ૧૧૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી જ્યારે બાંગ્લાદેશમાં આગળ વધી ગયા બાદ તેની ગતિ ૧૨૦ કિલોમીટરથી વધુની ઝડપથી જાવા મળી હતી. બુલબુલ વાવાઝોડાના કારણે પહેલાથી જ તંત્ર દ્વારા હાઈએસ્ટ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. આના પરિણામ સ્વરુપે ભારે વરસાદ થયો છે. સાથે સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં સાત ફુટ જેટલા ઉંચા મોજાઓ ઉછળ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અલગ અલગરીતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાતચીત કરી હતી અને બુલબુલ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત ઓપરેશનમાં કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. આશરે ૫૫૦૦૦થી વધુ કર્મચારીઓને વાવાઝોડાના સંદર્ભમાં એલર્ટ કરવા રોકવામાં આવ્યા હતા. આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. શનિવારના દિવસે શરૂ થયેલા વરસાદ બાદ આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સરકાર દ્વારા ૧૬ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરી છે. ૧૨૧૫ રસોડાની શરૂઆત કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે ૯૪ બોટ રોકવામાં આવી છે જ્યારે અસરગ્રસ્ત લોકોને ૨.૪૦ લાખ જેટલા પાણીના પાઉચ મોકલવામાં આવ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.