02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / નાની બહેને કહ્યું હતું- બર્થડે પર નહીં તો રક્ષાબંધનમાં જરૂર આવજે, ભાઈ પહોંચ્યો તો ખરો પરંતુ કફનમાં વીંટળાઈને

નાની બહેને કહ્યું હતું- બર્થડે પર નહીં તો રક્ષાબંધનમાં જરૂર આવજે, ભાઈ પહોંચ્યો તો ખરો પરંતુ કફનમાં વીંટળાઈને   26/08/2018

રક્ષાબંધનના 3 દિવસ પહેલા ગુરુવારે એક ભાઈ ઘરે જઈ રહ્યો હતો, પરંતુ કફનમાં લપેટાઈને. આ જોઈ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ભરાઈ આવી. 22 ઓગસ્ટે રોડ એક્સિડન્ટમાં 18 વર્ષના અવિનાશ ચૌહાણનું મોત થયું. પોલિટેકનિક કોલેજ ભિલાઈનો તે સ્ટુડન્ટ હતો. દુર્ઘટનાના દિવસે તે મિત્રોની સાથે ગરિયાબંધ ફરવા ગયો હતો.

બે દિવસ પહેલા નાની બહેને પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે ભાઈને બર્થડેમાં આવવા માટે કહ્યું હતું- પરંતુ ભાઈએ કહ્યું કે ભણવાનું ચાલે છે. બર્થડે બાદ બહેને ફોન પર કહ્યું- બર્થડે પર ન આવી શક્યા, તો રક્ષાબંધનમાં જરૂર આવજો ભાઈ. સૂરજપુર જિલ્લાના ભટગાંવના રહેવાસી અવિનાશ ગુરુવારે ઘરે તો આવ્યો, પરંતુ આ વખતે તેની લાશ પહોંચી. આ જોઈને બહેન અને માતા-પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા. મૃતકના પિતા અશોક કુમાર ખાણમાં કામ કરે છે. અવિનાશ પણ દુર્ગમાં રહીને માઇનિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. ભાઈએ વચન આપ્યું હતું, પરંતુ એક બહેનના રક્ષાબંધનના અરમાન અધૂરા રહી ગયા.

22 ઓગસ્ટે અવિનાશ મિત્રોની સાથે પોતાની બાઇક પર ફરવા ગયો હતો. આ દરમિયાન બાઇક અનિયંત્રિત થઈને કિનારે લોખંડના બોર્ડ સાથે ટકરાઈ.

દુર્ઘટનામાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે અવિનાશનું ઘટનાસ્થળે જ મોત થયું. સૂચના મળતા જ ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું.

Tags :