સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં ૧૬ હજાર નવા મતદારોનો ઉમેરો

 
 
 
 
                              લોકસભાની સામાન્ય ચુંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે આજે સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા મતદાર વિભાગની જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ જેમાં જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારીએ વિગત આપતા જણાવ્યું હતું કે, આ વખતની ચુંટણીમાં સૌ પ્રથમ વખત દિવ્યાંગ મતદારો માટે ઘર થી મતદાન મથકે જવા-આવવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવનાર છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૧૫૭૫ દિવ્યાંગ મતદારો છે. ઈડર વિસ્તારમાં ૧૧૫૬, ખેડબ્રહ્મા વિસ્તારમાં ૧૪૪૨ તથા પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં ૧૫૬૧ મળી કુલ ૫૭૩૪ દિવ્યાંગ મતદારો છે તેમના માટે વાહન વ્યવસ્થા કરવામાં આવનાર છે. એટલું જ નહી પરંતુ જિલ્લામાં ચાર વિધાસનસભા મતદાર વિભાગોમાં ૪ દિવ્યાંગ મતદાન મથકો ઉભા કરાશે જેમાં પ્રિસાઈડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર, વર્ગ-૪ના કર્મચારીઓ એમ તમામ દિવ્યાંગ કર્મચારીઓની નિમણૂંક કરાનાર છે એમ તેમણે ઉમેર્યું હતું.  આજ રીતે જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિભાગોમાં ૫-૫ સખી મતદાન મથકો ઉભા કરવાનું આયોજન છે. જેમાં  ઝોનલ અધિકારી, પ્રિસાઈડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર, વર્ગ-૪ના કર્મચારીઓ એમ તમામ મહિલા કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવનાર છે. તેમજ વર્તમાન સ્થિતીએ જિલ્લામાં કુલ ૧૦,૧૩,૮૫૪ મતદારો  છે તેમાં ૫,૨૧,૩૩૪ પુરુષ મતદારો, ૪,૯૨,૫૩૦ મહિલા મતદારો તથા અન્ય ૨૯ મતદારોનો સમાવેશ થાય છે.  જિલ્લામાં ઈપી રેશીયો૧.૦૪% વધીને૬૩.૦૮ થયો છે.  સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ૪ વિધાનસભા મતદાર વિભાગોના તમામ મતદારો ફોટો સાથેનું ઓળખકાર્ડ ધરાવે છે. એટલે કે ૧૦૦ % લક્ષ્યાંક સિધ્ધ થયો છે.જિલ્લામાં મતદાન મથકોની વિગત જોઈએ તો હિંમતનગર વિસ્તારમાં ૨૩૬ સ્થળોએ ૩૩૯ મતદાન મથકો, ઈડર વિસ્તારમાં 
૨૪૩ સ્થળોએ ૩૫૩ મતદાન મથકો, ખેડબ્રહ્મા વિસ્તારમાં ૨૫૮ સ્થળોએ ૩૨૬   અને પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં ૨૧૪ સ્થળોએ  ૩૦૫ મતદાન મથકો મળી કુલ ૯૫૧ સ્થળોએ ૧,૩૨૩ મતદાન મથકો આવેલા છે.  
જિલ્લાના તમામ ૯૫૧ બિલ્ડીંગોમાં દિવ્યાંગ મતદારો સહેલાઈથી મતદાન કરી શકે તે માટે તમામ લોકેશન પર રેમ્પ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.  જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નં ૧૯૫૦ પણ કાર્યરત કરાયો છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.