મહિલાનું પર્સ ખેંચી ભાગતા લૂંટારુનો કોન્ટ્રાક્ટર-કોન્સ્ટેબલે કલાક પીછો કર્યો

અમદાવાદ: શહેરમાં ચેઇન સ્નેચિંગની જેમ પર્સ અને મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ દિવસ ને દિવસે વધવા લાગ્યા છે. ‌િરક્ષા, બાઇક અને એ‌ક્ટિવા પર આવેલા શખ્સો અત્યંત ચપળતાપૂર્વક લોકોનાં પર્સ અને મોબાઇલ ફોન સ્નેચિંગ કરીને ફરાર થઇ જાય છે.

 

ગઇ કાલે ભાડજ સર્કલ પર રિક્ષામાં આવેલા ગ‌ઠિયાઓ એક મહિલાનું પર્સ સ્નેચિંગ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં એક જાગૃત નાગ‌િરકે તેમની કારમાં પોલીસ કર્મચારીને બેસાડીને રિક્ષાનો એક કલાક સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. લૂંટારુ ગેંગ રિક્ષાને રેલવે ક્રો‌સિંગ પાસે મૂકીને નાસી ગઇ હતી, જોકે મહિલાને રિક્ષામાંથી તેનું પર્સ મળી ગયું હતું.

 

સાયન્સ સિટી રોડ પર આવેલ હે‌રિટેજ બંગલોઝમાં રહેતાં અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં સ્વાતિબહેન પટેલ ગઇ કાલે એ‌ક્ટિવા લઇને તેમના બંગલોઝની બહાર નીકળ્યાં હતાં ત્યારે એક રિક્ષામાં બેઠેલા ગ‌ઠિયાએ તેમનું પર્સ ખેંચી લીધું હતી.

 

સ્વા‌તિબહેને ચોર-ચોરની બૂમો પાડીને રિક્ષાચાલકનો પીછો કર્યો હતો, જોકે રિક્ષા ફુલ સ્પીડમાં ભાડજ સર્કલથી શીલજ સર્કલ તરફ જતી રહી હતી. સ્વાતિબહેન બૂમો પાડતાં હતાં તે સમયે એક કન્સ્ટ્રક્શન સાઇટ પાસે કામ કરતા લેબર કોન્ટ્રાક્ટર ભા‌વિનભાઇ પ્રજાપતિ અને એ‌ન્જ‌િનિયર હનીફ નામની વ્યકિતઓએ તેમના વ્હિકલ લઇને રિક્ષાચાલકને પકડવા માટે પીછો કર્યો હતો. હનીફે બાઇક પર રિક્ષાચાલકનો પીછો કર્યો હતો જ્યારે ભા‌વિનભાઇએ કારમાં પીછો કર્યો હતો.

 

હનીફ પીછો કરતો કરતો શીલજ સર્કલે પહોંચ્યો ત્યારે રિક્ષાચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. રિક્ષાની ટક્કર વાગતાં હનીફ જમીન પર પટકાયો હતો. રિક્ષાચાલક શીલજથી યુ ટર્ન લઇને ભાડજ સર્કલ આવતો હતો જ્યારે ભા‌વિનભાઇ તેનો પીછો કરી રહ્યા હતા.

 

દરમિયાનમાં સ્વાતિબહેન ભાડજ સર્કલ પર ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા ચંદનસિંહ રાઠોડ અને તેમની સાથે ઊભેલા પોલીસ કર્મચારીને ઘટના સંબંધે વાત કરતાં હતાં. ચંદનસિંહ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ફરિયાદ લખાવવાનું કહેતા હતા ત્યારે રિક્ષાચાલક ભાડજ સર્કલ પહોંચ્યો હતો.

સ્વાતિબહેન રિક્ષાને જોઇ જતાં તેમણે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે આજ લોકોએ મારું પર્સ ખેંચ્યું છે. પોલીસ રોકે તે પહેલાંચાલક ભાડજ સર્કલ ક્રોસ કરીને સાયન્સ સિટી રોડ પર જતો રહ્યો હતો. ભાવિનભાઇ પણ તરત જ ભાડજ સર્કલ પર પહોંચ્યા અને રિક્ષાચાલકે તેમના એ‌ન્જ‌િનિયર હનીફભાઇને ટક્કર મારી હોવાની વાત પોલીસ કર્મચારીને કરી હતી.

 

રિક્ષાચાલકને પકડવા માટે ચંદનસિંહ ભા‌વિનભાઇની કારમાં બેસી ગયા અને રિક્ષાનો પીછો કર્યો હતો. આ મામલે ભા‌વિનભાઇએ જણાવ્યું છે કે તેઓ રિક્ષાનો પીછો કરતાં કરતાં એસજી હાઇવે પર આવેલા બ્રિજ પાસે પહોંચ્યા હતા, જ્યાં રિક્ષાચાલક રેલવે ફાટક પાસે આવેલ મલય બંગલોઝ પાસે તેની રિક્ષા મૂકીને નાસી ગયાે હતાે. રિક્ષા સુધી ગયા ત્યારે બન્ને ગ‌િઠયાઓ બ્રિજ ચઢીને નાસી ગયા હતા. ગ‌ઠિયાઓ રિક્ષામાં સ્વાતિબહેનનું પર્સ મૂકીને નાસી ગયા હતા.

 

પોતાનો ટ્રાફિક પોઇન્ટ છોડીને લૂંટ કરવા માટે આવેલી રિક્ષાનો પીછો કરતા કોન્સ્ટેબલ ચંદનસિંહ જણાવે છે કે સ્વાતિબહેનનું પર્સ તેમને આપી દીધું છે જ્યારે રિક્ષાને ટોઇન કરીને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી છે. સ્વાતિબહેને આ મામલે કોઇ ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં કરી નથી.

 

રિક્ષામાં લૂંટ કરવા માટે નીકળેલા બન્ને શખ્સો પાસે ધારદાર હથિયાર હતું. તેઓ બ્રિજ પર ચઢતા હતા ત્યારે બે મહિલાઓ બ્રિજ ઊતરતી હતી. જો અમે તેમને રોકવાની કોશિશ કરી હોત તે બે મહિલાઓને તે નુકસાન પહોંચાડી શકે તેમ હતા. હાલ આ રિક્ષા ચોરીની હોય તેવું પ્રાથમિક રીતે લાગે છે. પોલીસે રિક્ષા કબજે લઇને તપાસ શરૂ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.