પાલનપુરમાં કૉંગ્રેસે પેપર કૌભાંડમાં મોટા માથાની સન્ડોવણીનો કર્યો ઘટસ્ફોટ

લોક રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટવાના બનાવના બીજા દિવસે પણ રાજ્યભરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો હતો ખાસ કરીને કૉંગ્રેસે આ મુદે આક્રમક દેખાવો કરી રાજ્ય સરકારને ભીંસમાં લીધી હતી બનાસકાંઠા ના મુખ્યાલય પાલનપુરની કલેક્ટર કચેરી નજીક કૉંગ્રેસના કાર્યકરોએ ધરણાં યોજી રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા તેથી પોલીસ દોડી આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી જેથી પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી જો કે કૉંગ્રેસના આગેવાનોએ પેપર કૌભાંડમાં ભરતી બોર્ડના અધિકારીઓ સાથે ભાજપના મોટા માથાં ની સન્ડોવણી હોવાનો ગમ્ભીર આક્ષેપ કર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.