ભીલડી ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી અડધા લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર

બનાસકાંઠામાં શિયાળાની ઠંડીનું જોર વધ્યા બાદ તસ્કર ટોળકી પણ તકનો લાભ ઉઠાવવા સક્રિય બની ગઈ છે. આવી સ્થિતિમાં ગઈ રાત્રે ડીસા તાલુકાના વેપારી મથક ભીલડી ખાતે કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા કચેરીમાંથી પણ અડધા લાખનો મુદ્દામાલ ચોરાઈ જતાં ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈ રાત્રે કોઈ ભીલડી હાઇવે પર આવેલી સ્ટેટ બેન્કની શાખા કચેરીની પાછળની દીવાલમાં બાકોરું પાડી બેંકમાં ઘુસી ગયેલા અજાણ્યા તસ્કરો ગેસ કટરથી સ્ટ્રોંગ રૂમનો દરવાજો તોડી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ સિસકો કંપનીની સ્વીચ અને રાઉટર મળી કુલ ૫૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયા હતા.દરમ્યાન,આજે સવારે આ ઘટનાની જાણ થતાં બેંકના બ્રાન્ચ મેનેજર રામલાલ ખુમાવતે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ દિયોદરના ડીવાયએસપી ચૌધરીએ પણ ભીલડી દોડી જઇ આ ઘટનાનો ભેદ ઉકેલવા ઊંડી તપાસ શરૂ કરાવી હતી. જોકે આ ઘટનામાં બેંકમાં પડેલી રોકડ રકમ બચી જતા બેંક સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.