માહિતી પુરી ન પાડનાર કુંભાસણના મહિલા તલાટી સામે શિક્ષાત્મક પગલાં ભરવા હુકમ

પાલનપુર : પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના મહિલા તલાટી સામે શિક્ષાત્મક પગલાં ભરવાનો આદેશ કરી રાજ્યના માહિતી કમિશનરે આર.ટી. આઈ એક્ટ હેઠળ માહિતી પુરી ન પાડનાર સરકારી બાબુઓ સામે દાખલારૂપ હુકમ કર્યો છે. 
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરના બિપિનચંદ્ર કાંતિલાલ ગુપ્તાએ કુંભાસણ ગામના મહિલા તલાટી પાસે થી કુંભાસણ ગ્રામ પંચાયતમાં એપ્રિલ- ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટની વિગતો, ગ્રાન્ટનો થયેલ ખર્ચ તથા તેના બીલો અને સાધનિક કાગળો સહિત ૭ મુદ્દાની માહિતી માંગી હતી. જે માહિતી સમય મર્યાદામાં ન મળતા મામલો રાજ્યના માહિતી આયોગમાં પહોંચ્યો હતો.
રાજ્ય માહિતી આયોગમાં અપીલ ચાલી જતા માહિતી કમિશનરે ૩૧ ઓગસ્ટે કરેલા હુકમમાં કુંભાસણ ગામના મહિલા તલાટીને અરજદારને ૨૦ દિવસમાં વિના મુલ્યે આર.પી.એ.ડી થી માહિતી પુરી પાડવાનો હુકમ કર્યો હતો. જયારે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાને હુકમ કરતા માહિતી કમિશનર આર.આર. વરસાણીએ સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ કુંભાસણ ગામના હાલના મહિલા તલાટી મનીષાબેન કે.લોહ વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમ કલમ-૨૦(૨) હેઠળ શિસ્ત વિષયક પગલાં ભરવા ભલામણ કરી હતી.  આમ, સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડતા કે અધૂરી માહિતી પુરી પાડી માહિતી અધિકારના કાયદાને પંગુ બનાવવાનો કારસો રચનાર સરકારી બાબુઓ માટે આ દાખલારૂપ હુકમથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.