વાવ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટાટા ઝેનોન(ડાલુ) ગાડી ઝડપાઈ

વાવ બનાસકાંઠા જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજિત રજિયાણ જિલ્લામાં દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી. બી.ની ટીમ વાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી. 
દરમ્યાન વાવ ખીમણાવાસ રોડ પર નાકાબંધી કરી ટાટા ઝેનોન(ડાલુ) પકડી તપાસી જોતા વાહન ચાલક ભજનારામ નારાયણરામ વિશ્નોઈ રહે.ભેરૂડી, તા.ચૌહટન, જી.બાડમેરવાળો પકડાઈ જઇ તથા ગાડી તપાસતા વિદેશીદારૂ/ બિયર કુલ બોટલ નંગ-૧૫૩૬ કી.રૂ.૧,૫૩, ૬૦૦ તથા ટાટા ઝેનોન ગાડી કી.રૂ.૭,૦૦, ૦૦૦ એમ મળી કુલ મુદ્દામાલ કી.રૂ. ૮,૫૩,૬૦૦/-મળી આવેલ હોઈ તેની વિરુદ્ધ વાવ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.