લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી ૭૦૦થી ૮૦૦ ખોટા હોય છે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ
       અમદાવાદ :ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં ૨૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના ૪ હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે.
   પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ ૭૦૦ થી ૮૦૦ ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ ૨૦ થી ૩૦ ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
સિસ્ટમની ભૂલથી તેમજ કેટલાક કિસ્સાઓમાં વાહનચાલકોની બદમાશીના કારણે લાગતા વળગતા નંબરના વાહનચાલકને ખોટો ઈ-મેમો મળે છે. જો કે સીસીટીવી કંટ્રોલ રૂમમાં જઇને યોગ્ય રજૂઆત કરવામાં આવે તો ભૂલથી આવેલા ઈ-મેમો તાત્કાલિક રદ કરી આપવામાં આવે છે. પરંતુ તે રદ કરાવવા વાહનચાલકે જરૂરી પુરાવા સાથે શાહીબાગ કમિશનર કચેરી સુધી જવું પડે છે. જેના માટે વાહનચાલકના પૈસા અને સમય બંનેનો વ્યય થાય છે.આ ૬ ભૂલોને કારણે – ટ્રાફિક પોલીસને ઈ-મેમો રદ કરવાની ફરજ પડે છે
 
નંબર પ્લેટ ખામીને કારણેવાહનની નંબર પ્લેટ પર જે નંબર હોય તેના કરતાં જુદા નંબરનો મેમો આપવામાં આવે તો.
ટ્રાફિક સિગ્નલ બંધ થાય પણ કેમેરા અને સિગ્નલની સેકન્ડોમાં ફેરફારના કારણે ઈ મેમો આવે છે.
 
CCTVની ખામીથી વાહનના મોડલ જુદા આવે. જેમાં ટૂ વ્હીલરનું પાસિંગ હોય અને ઈ-મેમો કારનો આવે.
અંધારામાં પડતી લાઈટ તેમજ દિવસે લાઈટના રિફ્લેક્શનથી ઘણી વખત ખોટા વાહનચાલકને ઈ-મેમો મળે છે.
ઘણી વખત યલો સિગ્નલમાં વાહનચાલક અડધે પહોંચે અને સિગ્લન રેડ થાય ત્યારે.
 
૧૦૮ પેશન્ટને લઇ જતા હોય અને નિયમ તોડે તો તેવા કિસ્સામાં ઈ-મેમો રદ કરી આપવામાં આવે છે.
કેમેરાની ખામીના કારણે – કેમેરા અને સિગ્નલના ટાઈમમાં ફેર પડતો હોય અથવા તો કેમેરામાં કોઇ ખામી હોય અને ખોટો ઈ-મેમો જનરેટ થયો હોય ત્યારે તે મેમો રદ કરી આપવામાં આવે છે.
 
જો કોઇ વાહનચાલકને ખોટો ઈ-મેમો મળ્યો હોય, તો તેણે સીસીટીવી કંટ્રોલ રૂમમાં જઈ વાહનની આરસી બુક તેમજ જરૂરી કાગળો બતાવવા પડે છે, કંટ્રોલ રૂમમાં વાહનના નિયમ ભંગના ફૂટેજ બતાવાય છે.તેમાં ખામી જણાય તો પીઆઈ કેપીએસઆઈના આઈડી પરથી તે ઈ-મેમો રદ કરવામાં આવે છે.
 
ઉત્તરાયણે ઘણા ઈ-મેમો ટ્રાફિક સિગ્લના ભંગ બદલ ઈશ્યૂ થયા હતા. તેમાંથી મોટા ભાગના વાહનો એનજીઓના હતા, તેઓ ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા હતા. આ સિવાય ૧૦૮ આવે તે પહેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જતા સિગ્નલ ભંગ થાય તો મેમો રદ કરી અપાય છે.
 
બીઆરટીએસના રૂટ ઉપર કોઇ પણ વાહનનો ૧ ફોટો પડે છે, તે સિવાયના દરેક કેમેરામાંથી ૨ ફોટા પડે છે. જેમાં ૧ ફોટો વાહન સાથેના રોડનો આવે છે, જ્યારે બીજો ફોટો વાહનનો નંબર દેખાય તે રીતે ઝુમ કરીને પાડવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.