જામનગર નજીક ખીમલીયા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં અર્ધ દાટેલો મૃતદેહ મળ્યો હત્યાની શંકા

જામનગર નજીક ખીમલીયા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં અર્ધ દાટેલા અજ્ઞાત યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા પોલીસે કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પીટલ ખાતે ખસેડ્યો હતો. 25થી 30 વર્ષના અજાણ્યા યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે હત્યાની આશંકા દર્શાવી મૃતકની ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. 
 
જામનગર નજીક ઠેબા બાયપાસથી લાલપુર બાયપાસ તરફ જતા ખીમલીયા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં અવાવરૂ સ્થળે અડધો દટાયેલી હાલતમાં અજાણ્યા યુવાનનો નગ્ન મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પંચ એના પી.એસ.આઇ. એન.બી. ડાભી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડ્યો હતો. મૃતક યુવાનની પ્રાયમરી શોર્ટનોટમાં ગળુ દબાવવાથી મૃત્યુનું તબીબી તારણ દર્શાવાયુ હોવાનુ બહાર આવ્યુ છે.
 
 
   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.