ફાર્મા અને આઈટી શેરોની તેજી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે સેન્સેક્સ-નિફટીમાં નવો વિક્રમ સર્જાયો

 
 
ફાર્મા અને આઈટી શેરોની તેજી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે સેન્સેક્સ-નિફટીમાં નવો વિક્રમ સર્જાયો
 
 
            ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૧૧૫૫૧.૭૫ સામે ૧૧૫૭૬.૨૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં ફંડો લેવાલ રહેતાં અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં એક્સીસ બેંક, સન ફાર્મા, વિપ્રો, કોલ ઈન્ડિયા, મારૃતી સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, હીરો મોટોકોર્પ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૩૮૪૦૨.૯૬ નવો ઈતિહાસ રચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને પ્રોફિટ બુકિંગમાં મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તામાં વેચવાલી અને બેંકિંગ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નરમાઈ સાથે હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પમાં પ્રોફિટ બુકિંગે આ સુધારો ધોવાઈને એક સમયે નીચામાં ૩૮૨૧૩.૮૭ સુધી આવી અંતે ૭ પોઈન્ટ વધીને ૩૮૨૮૫.૭૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. 
 
 
         ફાર્મા અને આઈટી શેરોની તેજી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે સેન્સેક્સ-નિફટીમાં નવો વિક્રમ સર્જાયો હતો.  ફાર્મા, આઈટી-સોફટવેર શેરોમાં તેજી સાથે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આકર્ષણે સેન્સેક્સે ૩૮૪૦૨.૯૬ નવો વિક્રમ સર્જયા બાદ મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં નરમાઈએ અંતે આ સુધારો ૭ પોઈન્ટ મર્યાદિત બનીને ૩૮૨૮૫.૭૫ નવી વિક્રમી ઊંચાઈએ અને નિફટી સ્પોટ ૧૧૫૮૧.૭૫ નવો ઈતિહાસ રચીને અંતે ૧૯.૧૫ પોઈન્ટ વધીને ૧૧૫૭૦.૯૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા.
 
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૩૮૪૦૨ નવો ઈતિહાસ રચીને અંતે ૭ પોઈન્ટ વધીને ૩૮૨૮૫ની નવી ઊંચાઈએ બંધ
           
નિફટી સ્પોટ ૧૧૫૮૧ નવો ઈતિહાસ રચીને અંતે ૧૯ પોઈન્ટ વધીને ૧૧૫૭૧ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ
 
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૫૧.૭૫ સામે ૧૧૫૭૬.૨૦ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, વિપ્રો સહિતમાં તેજી સાથે ફાર્મા શેરોમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લુપીન, સન ફાર્મા, સિપ્લા સહિતમાં આકર્ષણે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રાસીમ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, ઝી, એનટીપીસી, આઈશર મોટર્સ સહિતમાં તેજીએ એક તબક્કે વધીને ૧૧૫૮૧.૭૫ નવી વિક્રમી ઊંચાઈ બનાવી પાછો ફરીને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો સહિતમાં વેચવાલી અને હિન્દુસ્તાન યુનિલિવર, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી સહિતમાં ફંડો વેચવાલ બનતાં અને બેંકિંગ શેરોમાં નરમાઈએ અંતે ૧૯.૧૫ પોઈન્ટ વધીને ૧૧૫૭૦.૯૦ નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
             રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીના પરિણામે ફરી રિયાલ્ટી શેરોમાં ફંડોનું મોટું ઓફલોડિંગ થયું હતું. એચડીઆઈએલ રૃ.૧.૬૫ ઘટીને રૃ.૩૨.૪૦, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૪.૩૦ ઘટીને રૃ.૧૪૩.૧૫, ડીએલએફ રૃ.૬.૨૫ ઘટીને રૃ.૨૦૮.૫૫, ફિનિક્સ રૃ.૭.૦૫ ઘટીને રૃ.૬૧૧.૮૦, ઓબેરોય રિયાલ્ટી રૃ.૫.૨૫ ઘટીને રૃ.૪૭૫.૨૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૃ.૧.૭૦ ઘટીને રૃ.૨૪૭.૩૦, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૨.૦૫ ઘટીને રૃ.૭૦૮.૧૫ રહ્યા હતા.
 
 
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ તેજી-મંદીના ખેલાડીઓની આગામી દિવસોમાં મોટી ખેંચતાણ જોવા મળે એવી શકયતા સાથે મંદીવાળાઓને માથે કરાવવાનો ખેલ શરૃ થયાનું અને સામે મંદીવાળાઓ પણ બાઝી પલટાવવાના મૂડમાં આવ્યાની બજારમાં ચર્ચા હતી. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૧,૮૧,૮૨૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૭૪૯.૩૦ કરોડના કામકાજે ૫૨.૮૦ સામે ૪૮.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૬.૭૫ થઈ ઘટીને ૪૧.૩૦ સુધી આવી અંતે ૪૨.૨૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૧,૬૩,૦૫૮ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૨૫૯.૪૯ કરોડના કામકાજે ૬૪.૯૫ સામે ૬૬.૬૦ મથાળે ખુલીને નીચામાં  ૫૦.૫૫ થઈ વધીને ૭૪.૭૦ સુધી પહોંચી અંતે ૬૩.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૧,૨૪,૧૦૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૯૧૧.૪૮ કરોડના કામકાજે ૨૭ સામે ૨૪.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૮.૭૦ થઈ વધીને ૩૦.૧૦ સુધી પહોંચી અંતે ૨૪.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૧૨૪.૬૦ સામે ૧૨૯ મથાળે ખુલીને ઉપરમાં ૧૩૨.૫૫ થઈ ઘટીને ૧૦૫.૫૦ સુધી આવી અંતે ૧૨૪.૮૫ રહ્યો હતો.
 
નિફટી ઓગસ્ટ ફયુચર ૧૧,૫૭૮ થી વધીને ૧૧,૫૯૨ થઈ અંતે ૧૧,૫૮૭ : બેંક નિફટી ફયુચર ૨૮,૩૦૪ થી ઘટીને ૨૮,૨૮૯
 
નિફટી ઓગસ્ટ ફયુચર ૬૯,૦૬૬ કોન્ટ્રેકટસમાં રૃ.૫૯૯૫.૭૦ કરોડના કામકાજે ૧૧,૫૭૮.૯૫ સામે ૧૧,૫૭૮.૯૫ મથાળે ખુલીને  નીચામાં ૧૧,૫૫૩ થઈ વધીને ૧૧,૫૯૨.૩૫ સુધી પહોંચી અંતે ૧૧,૫૮૭.૭૫ રહ્યો હતો. બેંક નિફટી ઓગસ્ટ ફયુચર ૫૦,૭૨૮ કોન્ટ્રેકટસમાં રૃ.૫૭૩૪.૦૧ કરોડના કામકાજે ૨૮,૩૩૧.૪૫ સામે ૨૮,૩૪૦.૨૦ મથાળે ખુલીને નીચામાં ૨૮,૧૮૯.૫૦ થઈ વધીને ૨૮,૩૬૦.૬૫ સુધી પહોંચી અંતે ૨૮,૨૮૯ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો પુટ ૧૩.૭૫ સામે ૧૨.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૨૫ થઈ ઘટીને ૯.૯૦ સુધી આવી અંતે ૧૦.૨૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૧૪૮.૬૫ સામે ૧૩૬.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૬૩.૩૦ થઈ ઘટીને ૧૩૨ સુધી આવી અંતે ૧૩૩ રહ્યો હતો.
 
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ટાટા સ્ટીલ, વેદાન્તા, એનએમડીસી, સેઈલ, હિન્દાલ્કો ઘટયા
 
લંડન મેટલ એકસચેન્જમાં કોપર સહિતના નોન-ફેરસ મેટલના ભાવો ઘટી આવ્યા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે નફારૃપી વેચવાલી રહી હતી. ટાટા સ્ટીલ રૃ.૧૭.૧૫ ઘટીને રૃ.૫૮૨.૨૫, એનએમડીસી રૃ.૧.૫૫ ઘટીને રૃ.૧૦૩.૬૦, વેદાન્તા રૃ.૨.૬૦ ઘટીને રૃ.૨૧૯.૨૦, સેઈલ ૪૦ પૈસા ઘટીને રૃ.૭૭.૩૫, હિન્દાલ્કો રૃ.૨૨૬.૩૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩૪૧.૩૫ રહ્યા હતા.
 
 
 
 
 
ફાર્મા શેરોમાં ફંડોની તેજી : ગ્લેનમાર્ક, આરપીજી લાઈફ, પોલીમેડ, કોપરાન, લુપીન, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ ઉંચકાયા
 
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ ફરી પસંદગીના શેરોમાં મોટાપાયે લેવાલી કરી હતી. પોલીમેડ રૃ.૨૩.૩૦ ઉછળીને રૃ.૨૪૮.૭૦, પેનેશિયા બાયોટેક રૃ.૨૦.૪૦ વધીને રૃ.૨૫૬.૦૫, ગ્લેનમાર્ક રૃ.૨૬.૫૦ વધીને રૃ.૬૩૪.૩૦, આરપીજી લાઈફ રૃ.૧૦.૪૫ વધીને રૃ.૨૮૭.૯૫, કોપરાન રૃ.૧.૫૦ વધીને રૃ.૫૨.૪૦, કેડિલા હેલ્થકેર રૃ.૯.૭૦ વધીને રૃ.૩૮૬.૪૫, લુપીન રૃ.૧૯.૪૦ વધીને રૃ.૮૮૯.૨૦, અજન્તા ફાર્મા રૃ.૨૬.૬૫ વધીને રૃ.૧૨૨૭.૬૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૃ.૩૨.૨૫ વધીને રૃ.૨૪૧૨.૪૫, બાયોકોન રૃ.૮.૧૦ વધીને રૃ.૬૧૨.૧૫, સન ફાર્મા રૃ.૧૦.૫૫ વધીને રૃ.૬૩૫.૨૫, સિપ્લા રૃ.૬.૯૫ વધીને રૃ.૬૫૦.૬૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૃ.૭૧.૨૦ વધીને રૃ.૨૮૪૩.૩૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૦.૧૧ પોઈન્ટ વધીને ૧૫૩૦૨.૦૫ બંધ રહ્યો હતો. 
 
ડોલર એક પૈસો ઘટીને રૃ.૬૯.૮૧ : ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકનો, એમ્ફેસીસ, ટીસીએસ વધ્યા
 
રૃપિયા સામે અમેરિકી ડોલર આજે આરંભમાં વધુ મોટું ધોવાણ રૃ.૬૯.૫૨ સુધી આવ્યા બાદ અંતે એક પૈસા નબળો પડીને રૃ.૬૯.૮૧ રહ્યો હતો. આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ટેક મહિન્દ્રા રૃ.૨૨.૩૫ વધીને રૃ.૭૦૮.૨૫, એચસીએલ ટેકનોલોજી રૃ.૧૩.૨૦ વધીને રૃ.૧૦૦૪, એમ્ફેસીસ રૃ.૧.૯૫ વધીને રૃ.૧૨૦૦.૪૫, ટીસીએસ રૃ.૩.૨૫ વધીને રૃ.૨૦૧૩.૬૫, માઈન્ડટ્રી રૃ.૧૦૩૭.૦૫ રહ્યા હતા.
 
ક્રુડ બ્રેન્ટ ૭૩ ડોલર નજીક : ઓઈલ શેરોમાં બીપીસીએલ, એચપીસીએલ ઘટયા : ઓએનજીસી, રિલાયન્સ વધ્યા
 
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ વધીને ૭૩ ડોલર નજીક પહોંચતાં ઓઈલ શેરોમાં ફંડો, ખેલંદાઓની આજે વેચવાલી રહી હતી. બીપીસીએલ રૃ.૬.૯૫ ઘટીને રૃ.૩૬૯, એચપીસીએલ રૃ.૩.૧૫ ઘટીને રૃ.૨૬૬.૮૫, આઈઓસી રૃ.૧.૦૫ ઘટીને રૃ.૧૫૭.૮૦, ગેઈલ રૃ.૩૭૮.૨૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઓઈલ ફેક્ટરને બદલે રિલાયન્સ રીટેલમાં ચાઈનાની અલીબાબા દ્વારા ચાર થી પાંચ અબજ ડોલરનું રોકાણ કરીને ૫૦ ટકા હોલ્ડિંગ હસ્તગત કરવાના અહેવાલે શેરમાં સતત લેવાલીએ રૃ.૧૧.૬૦ વધીને રૃ.૧૨૪૬.૫૦ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૃ.૨.૮૦ વધીને રૃ.૨૨૮.૨૦, ઓએનજીસી રૃ.૧.૨૦ વધીને રૃ.૧૬૯.૭૫ રહ્યા હતા.
 
કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીનું આકર્ષણ : એબીબી, કાર્બોરેન્ડમ, થર્મેક્સ, એચઈજી, હવેલ્સ, જીઈ, સિમેન્સ વધ્યા
 
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. એબીબી રૃ.૪૯ વધીને રૃ.૧૨૭૨.૦૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૃ.૧૦.૩૦ વધીને રૃ.૩૭૦.૨૫, બીઈએમએલ રૃ.૧૭.૩૦ વધીને રૃ.૮૨૯.૩૦, જીઈ ટી એન્ડ ડી રૃ.૫.૭૫ વધીને રૃ.૨૮૦.૩૦, થર્મેક્સ રૃ.૧૮.૫૦ વધીને રૃ.૯૯૪.૮૫, હવેલ્સ ઈન્ડિયા રૃ.૮.૩૫ વધીને રૃ.૬૯૭.૫૦, ગ્રેફાઈટ ઈન્ડિયા રૃ.૧૦.૮૦ વધીને રૃ.૧૦૫૨.૪૦, સિમેન્સ રૃ.૯.૯૦ વધીને રૃ.૧૦૨૯.૮૫ રહ્યા હતા. 
 
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું પસંદગીનું આકર્ષણ : ૨૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ
 
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડોનું પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. અલબત ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૩૮ અને ઘટનારની સંખ્યા ૧૩૮૬ રહી હતી. ૨૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 
 
 કુલ રૃ.૩૭૪૨.૮૯ કરોડની ખરીદી સામે કુલ રૃ.૩૫૪૫.૦૨ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૃ.૪૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૩૬૮.૦૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૯૯.૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.
 
 
T
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.