ઇકબાલગઢ પાસે ડમ્પરની ટક્કરે ડી.જે. લઇ જતાં ત્રણ યુવકોને ઇજા

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ નજીક ગત વહેલી સવારે એક લગ્નની જાનની ડી.જે.ની ગાડીને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકોને ઈજાઓ થઈ હતી. જેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાન હાની ટળી હતી.
 
બનસકાંઠામાં અકસ્માતોનું પ્રામણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. જેમાં ચાલકોની સામાન્ય બેદરકારીના કારણે લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તો કેટલાક વ્યકિતઓને પોતાના શરીરનુ અંગ ગુમાવવુ પડતુ હોય છે. જ્યાં શુક્રવારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક લગ્નના ડી. જે.ના જીપડાલા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક જાનની ડી.જે.ના જીપડાલાને ઈકબાલ ગઢ નજીક ટ્રેલર ચાલકે ટક્કર મારી હતી. જેથી ડી.જે.નો સામાન ભરેલ જીપડાલુ પલટી ખાઈ ગયુ હતુ. અને જીપડાલામાં બેઠેલા ત્રણ વ્યકિતઓને ઈજાઓ થઈ હતી. જેના પગલે આજુ-બાજુથી લોકોના ટોળે-ટોળા એકત્ર થઈ ગયા હતા. ખાનગી વાહનમાં ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનશીબે મોટી જાન હાની ટળી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.