પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજ ઊંચો કરવાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ  પાલનપુર : પાલનપુર શહેરમાં રેલવે ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત ગુરુનાનક ચોકથી કોઝીને સાંકળતો રેલવે બ્રિજના બંન્ને માર્ગો વારા ફરતી ઊંચા કરવામાં આવનાર છે. જેની કામગીરી ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવાની છે. ત્યારે સોમવારે ટ્રાફિકના નિયમન માટે એક તરફનો પુલ બંધ કરી તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જોકે, તે દરમિયાન જ ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યારે પુલ ઊંચો કરવાની કામગીરી દરમિયાન ધોરણ ૧૦- ૧૨ની બોર્ડની પરીક્ષામાં પરિક્ષાર્થીઓને મુશ્કેલીઓ ન પડે તે માટે રેલવે પુલ બોર્ડની પરીક્ષા બાદ ઊંચો કરવામાં આવે તેવો સુર ઉઠવા પામ્યો છે.
સરકાર દ્વારા રેલવે ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટ અંતર્ગત નવી રેલ લાઇન નાખવામાં આવી રહી છે. આ ટ્રેક ઉપર દોડનારી ડબલ ડેકર ટ્રેનો વર્તમાન સમયના પુલને અડકી જાય તેમ હોઈ તમામ પુલો ઊંચા કરવામાં આવી રહ્યા છે. જ્યાં ગુરુનાનક ચોકથી કોઝીને સાંકળતો રેલવે બ્રિજના બંન્ને માર્ગો વારાફરતી ઊંચા કરવામાં આવનાર છે. જેની કામગીરી ૨૦ ફેબ્રુઆરીથી શરૂ કરવાની છે. ત્યારે સોમવારે ટ્રાફિકના નિયમન માટે એક તરફનો પુલ બંધ કરી તંત્ર દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી. જોકે, તે દરમિયાન જ ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે સુભાષભાઈ સોનેરીએ જણાવ્યું હતું કે, પુલ ઊંચો કરવાની કામગીરી દરમિયાન ધોરણ ૧૦- ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પણ છે. શહેરની શાળાઓમાં ફાળવાયેલા કેન્દ્રોમાં જિલ્લાભરમાંથી પરિક્ષાર્થીઓ આવશે. જેમને આ પુલ ઉપરનો ટ્રાફિક વિંધવો પડશે. પેપર લખવાના સમયે કદાચ પહોંચી પણ નહીં શકે ત્યારે પરિક્ષાર્થીઓને  મુશ્કેલીઓ ન પડે તે માટે રેલવે પુલ બોર્ડની પરીક્ષા બાદ ઊંચો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.