02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ફિલિપાઇન્સમાં એક એવું નવું શહેર બનાવવામાં આવી રહ્યું છે, જે કુદરતી આપત્તિઓથી તદ્દન સુરક્ષિત રહેશે. આ શહેરને 'ન્યૂ ક્લાર્ક સિટી' નામ આપવામાં આવ્યું છે જે રાજધાની મનીલાથી 100 કિલોમીટર દૂર છે. તે તોફાન,

ફિલિપાઇન્સમાં એક એવું નવું શહેર બનાવવામાં આવી રહ્યું છે, જે કુદરતી આપત્તિઓથી તદ્દન સુરક્ષિત રહેશે. આ શહેરને 'ન્યૂ ક્લાર્ક સિટી' નામ આપવામાં આવ્યું છે જે રાજધાની મનીલાથી 100 કિલોમીટર દૂર છે. તે તોફાન,   28/07/2018

 ફિલિપાઇન્સમાં એક એવું નવું શહેર બનાવવામાં આવી રહ્યું છે, જે કુદરતી આપત્તિઓથી તદ્દન સુરક્ષિત રહેશે. આ શહેરને 'ન્યૂ ક્લાર્ક સિટી' નામ આપવામાં આવ્યું છે જે રાજધાની મનીલાથી 100 કિલોમીટર દૂર છે. તે તોફાન, પૂર, ભૂકંપ અને જ્વાળામુખી ફાટવા છતાં પણ સુરક્ષિત રહેશે. માટે તેને બેકઅપ સિટી તરીકે પણ ઓળખ મળી રહી છે.
 
આ શહેર લગભગ 95 વર્ગ કિલોમીટરમાં બનશે, જેમાં 12 લાખ લોકો રહી શકશે. 26 લાખથી વધુ લોકોની વસ્તીવાળા ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરમાં 'રિંગ ઓફ ફાયર'માં છે. આ વિસ્તારના દેશોમાં ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો ખતરો હંમેશા રહે છે.
 
સરકારી સંસ્થા બેસેસ કન્વર્સેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (બીસીડીએ)ના અધ્યક્ષ અને ક્લાર્ક સિટી પ્લેનના પ્રમુખ વિવિંસીયો ડીજોન મુજબ,'અમે વાહનોથી થતા પ્રદૂષણને પણ ઓછું કરવા માંગીએ છીએ. શહેરનો મોટા ભાગનો હિસ્સો પગે ચાલીને જઈ શકે એ રીતે બનાવવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ એવી રાખવામાં આવી છે કે ગાડીઓનો ઉપયોગ સૌથી ઓછો થાય.' આખું શહેર બનવાનું કામ પાંચ તબક્કામાં પૂરું થશે. પહેલા તબક્કામાં બે અરબ ડોલર (13 હજાર 775 કરોડ રૂપિયા) ખર્ચ થઇ ચુક્યા છે.
 
ડીજોનના જણાવ્યા મુજબ,'શહેરમાં ઉર્જા માટે ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા અને લિકવીફાઇડ નેચરલ ગેસનો ઉપયોગ થશે. કચરામાંથી પણ ગેસ બનાવવામાં આવશે.
 
ઈમારતોને વીજળીના ઓછા વપરાશ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. કુદરતી વસ્તુઓ જેવી કે. નદી, પહાડ, વૃક્ષો સાથે વધુ કોઈ છેડછાડ થશે નહીં.
 
નવું શહેર મનીલાની તુલનાએ ઉંચાઈ પર વસાવવામાં આવી રહ્યું છે. જેના લીધે અહીં પૂરનો ખતરો એટલો મોટાપાયે રહેશે નહીં.
 
મકાન બનાવવા માટે કોન્ક્રીટ સાથે જ્વાળામુખીના કાટમાળનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ મટીરીયલ જ્વાળામુખીની ગરમી સહન કરી શકશે.
 
 ફિલિપાઇન્સની વોર્નિંગ સિસ્ટમ મુજબ દેશમાં દર વર્ષે 19 તોફાન આવે છે. અહીં 1600થી 2013 સુધી આવેલા 11 સૌથી 

Tags :