થરાદના નારોલીમાં દાગીના ચળકતા કરી આપવાના બહાને આવેલા ઠગ યુવકને ઠમઠોર્યો

થરાદ : બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકની અભણ અને ભોળી મહિલાઓનો ફાયદો ઉઠાવીને તેમના દાગીના ચળકતા કરી આપવાના બહાને તેમની સાથે ઠગાઇ કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે.જો કે ખબર પડે ત્યારે ઘણુ મોડું થઇ ગયું હોય છે અને આવા ઠગો ગામ છોડી પણ ચુક્યા હોય છે.પરંતુ થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલા આવા એક ઠગને ત્રણ ખાનાં ધરાવતા થેલા અને કેમીકલ,બાલદીઓ,સાંણસી સહિતનાં સાધનો સાથે ગ્રામજનોએ ઝડપી લીધો હતો.તેમજ તેમની આકરી પુછતાછ કરતાં તેને તેમના જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યાં હતા.તેનો અને થોડો મેથીપાક ચખાડતાંનો વિડીયો પણ વાયરલ કરી શાનમાં સમજી જવાની ચિમકી આપી વહેલામાં વહેલીતકે ગામ છોડી જવાની તાકીદ પણ કરી હતી.જેમાં ગ્રામજનોની વાતવાતો પરથી ગત વર્ષે આવી રીતે મહિલાઓના ત્રણ લાખની કિંમતના દાગીનાઓની પણ ઠગાઇ કરી હોવાનું જાણવા મળ્યું હતું.ગ્રામજનોએ એક બહેનની એકલતાનો ફાયદો ઉઠાવી તેના દાગીના લઇને જતો રહેતો નજીકમાંથી ગ્રામજનો તેને શોધતા શોધતા આવી પહોંચ્યા હતા.જ્યાં એક મહિલાના દાગીના તેણે ચળકતા કરી આપવાના બહાને ખોલી પણ દીધા હતા.ગ્રામજનોના મેથીપાકના કારણે શખસે તેના બિસ્તરાપોટલા શંકેલી લીધા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે થરાદ પંથકમાં ભુતકાળમાં અજાણ્યા શખ્સો ગામડાઓમાં આવીને મહિલાઓને દાગીના ઘોવાનું કહેતા હોય છે,પછી અસલી લઈને જતા રહે છે અને નકલી પધરાવી દેતા હોય છે અથવા તો એવું કેમિકલ વાપરે છે જેથી સોનું તેમજ ચાંદી ઘોવાઈને વજન ઓછું પણ થઈ જાય છે.આવી અનેક મહિલાઓના દાગીના ધોઇને ચળકતા કરી આપવાના બહાને તેમની સાથે ઠગાઇ કરી હોવાના બનાવો પણ બનવા પામેલા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.