પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની આછેરી ઝલક

અટલ બિહારી વાજપેયીની હાલત અત્યારે ખૂબ જ નાજુક છે તેઓ હાલ એઈમ્સમાં સારવાર હેઠળ છે તેમના જીવન ઝરમર વિષે વાત કરીએ તો તેઓ  ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જન્મ્યા હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (ઇસવિસન ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇસવિસન ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી ચૂક્યા છે.
 
વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે.
 
ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) નાં પ્રમુખ હતાં.
અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની ડી એ વી કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.
તેઓને  ૧૯૯૨માં પદ્મવિભૂષણ,૧૯૯૩માં કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી, ૧૯૯૪માં લોકમાન્ય તિલક ખિતાબ, ૧૯૯૪માં શ્રેષ્ઠ સંસદસભ્ય, ૧૯૯૪માં ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
અને ૨૦૦૪માં  ભારત રત્નનો ખિતાબ મળ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.