ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં જવા માટે દર ૧૫ મિનિટે બસ મળશે

રખેવાળ ન્યુઝ ઊંઝા
ઊંઝા લક્ષચંડીને લઈ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. મહાયજ્ઞમાં આવનારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંઝામાં લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે જેને લઈ એસટી નિગમ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે તમામ ડેપોમાંથી ઉંઝા જવા માટે એકસ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે અને ભક્તોને ઉંઝા પહોચાડવામાં આવશે.
મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતનગર, અમદાવાદ, નડિયાદ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી વિભાગના ડેપો મથકથી બસનુ સંચાલન કરવામાં આવશે. ઉંઝા ભક્તોને લાવવા અને લઈ જવા માટે વધારાની ૬૦૦થી વધારે બસો દોડાવાશે. અને દર ૧૫ મિનિટે બસ મળે તે રીતનુ આયોજન કરવામાં આવ્યુ છે.યજ્ઞ શાળાની આજુ બાજુમાં એસટી બસના ત્રણ બુથ ઉભા કરવામાં આવ્યા છે.અને ક્યા બુથ ઉપરથી કઈ બસ ઉપડે છે તેનુ સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. બુથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ પુછપરછ કેન્દ્ર રાખવામાં આવશે તેમજ એસટી બસની રેગ્યુલર સર્વિસો ચાલુ જ રહેશે.
 
બુથ નં.૧ :  કેવલેશ્વર મહાદેવ મંદિર પાછળ
આ બુથ ઉપરથી સાબરકાંઠા, ગોધરા, ગાંધીનગર, વિસનગર તરફ જવા-આવવા માટે એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
બુથ નં-૨  : મલાઈ તળાવ તરફ
આ બુથ ઉપરથી બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, કચ્છ જિલ્લો, વડનગર, ખેરાલુ, સતલાસણા તરફ જવા-આવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
બુથ-નં.૩ : આ બુથ ઉપરથી મહેસાણા, બેચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ખેડા, નડિયાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવવા-જવા માટેની બસની
વ્યવસ્થા કરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.