આતંકી હુમલાની આશંકાના પગલે ઉત્તર ગુજરાત બોર્ડર પર એલર્ટ

દેશમાં આતંકી હુમલાની આશંકાને લઈને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર એલર્ટ અપાયું છે આતંકી હુમલાની આશંકાને લઈને ખોડા, રતનપુર અને અમીરગઢ બોર્ડર પર તપાસ કરાઈ રહી છે. આતંકી હુમલાના ભયને લઇને શામળાજી અને અમીરગઢમાં તૈનાત પોલીસને બુલેટપ્રુફ જેકેટ પણ આપવામાં આવ્યાં છે.
 
આ આદેશ આતંકી હુમલાના એલર્ટને લઈને DGP દ્વારા આપવામાં આવ્યા છે. DGPના આદેશ બાદ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શામળાજી પોલીસ સાથે SRP અને GRDના જવાનોને પણ બોર્ડર પર તૈનાત કરાયા છે. બોર્ડર પર પોલીસના જવાનો વાહનોની સઘન તપાસ કરી રહ્યા છે.
દેશમાં આતંકી હુમલાને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આતંકી હુમલાની આશંકા લઇને ગુજરાત-રાજસ્થાનની સરહદ પર એલર્ટ અપાયું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આતંકી હુમલાને લઇને ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.જેને લઇને જવાનોને બુલેટપ્રુફ જેકેટ આપવામાં આવ્યાં છે. જ્યારે ડીજીપી દ્વારા રાજ્યમાં પ્રવેશ કરી રહેલા દરેક વાહનની સઘન તપાસ કરવા આદેશ અપાયાં છે. જેને લઇને બોર્ડર પરથી રાજ્યમાં પ્રવેશ કરી રહેલા વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
 
ગુજરાત-રાજસ્થાનની ખોડા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકી હુમલાની દહેશતને પગલે બોર્ડર પર સુરક્ષા વધારાઇ છે. જ્યારે થરાદ પોલીસને બુલેટપ્રુફ જેકેટ અપાયાં છે, જ્યારે પોલીસ સાથે જીઆરડીની ટુકડી તૈનાત કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.