પાલનપુર ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્પેકટર એસસીબીના સકંજામાં

તાપીના ભાસીયામોઢ ગામે સુરત એસીબી દ્વારા દોઢ માસ અગાઉ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદે માટી ખનનની પ્રવૃતિ બહાર આવી હતી. આ અંગે તાપી ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્સપેકટર સહિત છ કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રોયલ્ટી ઇન્સપેકટરની બનાસકાંઠાની પાલનપુર કચેરી ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન આ રોયલ્ટી ઇન્સપેકટરે માટી ખનન કરતાં શખ્સોને છાવરી તેમની સામે કોઇ કાર્યવાહી ન કરી સરકારને રૂપિયા ૧.૦૮ કરોડનું નૂકશાન પહોચાડ્‌યું હોવાનું ખુલતાં બનાસકાંઠા એસીબીએ બુધવારે આ કર્મચારીને સકંજામાં લઇ તપાસ હાથ ધરતાં ચકચાર મચી જવા પામી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.