ડીસા હાઈવે સર્કલ પરની બટાકાની આકૃતિ હટતા ‘બટાટામાં તેજી’ આવી હોવાનો મેસેજ વાયરલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવળ 
બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસામાં બટાકાના ભાવમાં તેજીનો માહોલ સર્જાતા ખેડૂતો સહિત વેપારી વર્ગમાં ખુશીનો માહોલ સર્જાયો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ ડીસા હાઈવે સર્કલ પર બનાવવામાં આવેલી બટાકાની આકૃતિ જ હટતા બટાટાના ભાવમાં તેજીનો માહોલ સર્જાયો તેવો સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે.
ડીસા રાજમંદિર સિનેમા આગળ આવેલ સર્કલ પર ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ડીસાની ઓળખ સમાન બટાકાની આકૃતિ સર્કલ પર નાખવામાં આવી હતી પરંતુ બટાકાની આકૃતિ નાખ્યા બાદ સતત પાંચ વર્ષથી બટાટાના મંદીનો માહોલ રહેતા અનેક વેપારી ખેડૂતોએ પણ બટાટામાં  લાખો રૂપિયાના નુકશાનને લઇ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે ડીસા હાઈવે પર ઓવરરબ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે.જેને લઇ સર્કલ પર રહેલી બટાકાની આકૃતિ હટાવવામાં આવતા અને તેની સાથે જ બટાકાના ભાવમાં પણ તેજી આવતાં સર્કલ પર બનાવેલી બટાકાનું આકૃતિ પનોતી હોવાની સોશિયલ મીડિયામાં વાત વહેતી કરી છે અને આજે બટાકાની આકૃતિ નથી ત્યારે બટાટાના ખૂબ સારા ભાવ મળતા વેપારી અને ખેડૂત વર્ગમાં આનંદ જોવા મળી રહ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો જુજ સંગ્રહ રહયો છે ત્યારે બટાટાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધી જતી બિલ્ટી આજે ૧૫૦૦ થી ૧૭૦૦ સુધી જઇ રહી છે તેની સાથે નવા બટાકાની પણ આવક શરૂ થઇ ગઇ છે. જેથી આ વર્ષે બહુ સારા ભાવો રહેવાની આશા બંધાઈ છે.બીજી તરફ સોશિયલ મીડિયાના વોટ્‌સઅપ અને ફેસબુક યુઝરોએ ડીસા સર્કલ પર ની બટાકાની આકૃતિ પડતાં જ વેપારીઓને ખેડૂતોને પનોતી  ઉતરી હોવાની કોમેન્ટો કરી રહ્યા છે.
 
                                                                                                                                                                                             અહેવાલ : નરસિંહ લોઢા

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.