વડગામના બસુના હજયાત્રીઓ સાથે ઠગાઈ, કરોડોનું ફુલેકુ ફેરવી ટૂર ઓપરેટર ફરાર

વડગામ તાલુકાના બસુ ગામના અંદાજે ૧૦૦ કરતાં વધારે હજયાત્રી ઓ પાસે મુંબઈ સ્થિત એક ટૂર ઓપરેટરે હજના નામે કરોડો રૂપિયા ઉઘરાવી ઓફીસ ને તાળું મારી રફુચક્કર થઈ જતા પંથક માં ચકચાર મચી જવા પામી છે.
 
પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ સ્થિત આલ્ફા એન્ટરપ્રાઇઝ નામે મૂળ. બાદરપુરા તાલુકો પાલનપુરનો નૂરમોહમદ ઇબ્રાહિમ દાઉઆ ટૂર ઓપરેટરના નામે ઓફીસ ચલાવી પવિત્ર હજયાત્રા કરાવવા દર વર્ષે હજયાત્રીઓને મક્કા મદીના લઈ જતો હતો. જોકે ચાલુ સાલે વડગામના બસુ ગામે આવી હજયાત્રાએ જવા ઇચ્છુક યાત્રીઓનો વિશ્વાસ કેળવી એક યાત્રી પાસે કુલ ૨,૩૦,૦૦૦ ઉઘરાવ્યાં હતા અને તમામને તારીખ ૨૫/૭/૨૦૧૯ સુધીમાં કામ પતિ જશે તેવું કહ્યું હતું.જોકે હજની તારીખ નજીક આવતા મોબાઈલ ઉપર સંપર્ક કરતા તમામના મોબાઈલ સ્વીચ ઓફ આવતા યાત્રીઓએ મુંબઈ ઓફીસે તપાસ કરતા ઠગ ટૂર ઓપરેટરો ઓફીસને તાળાં મારી રફુચક્કર થઈ ગયાનું માલુમ પડતા હજયાત્રી ઓને પોતાની સાથે ઠગાઇ થયાનું જણાતા ગુલામરસુલ ઉસમાનભાઈ પલાસરા, મુસ્લિમભાઈ પલાસરા, રફીકભાઈ રસુલભાઈ પલાસરા, આશીકભાઈ ઉસમાનભાઈ ઘોઘા, શરીફભાઈ રસુલભાઈ કડીવાલ અને અબ્દુલભાઇ અલાઉદીનભાઈ માંકણોજિયા તમામ રહે. બસુ તાલુકો વડગામ વાળાઓએ છાપી પોલીસ મથકે આલ્ફા ટૂરના માલીકો નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ,માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ તેમજ તેમના જમાઈ સોહિલ સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી.પવિત્ર હજયાત્રાના નામે મુસ્લિમ બિરાદરો સાથે એક મુસ્લિમ ટૂર ઓપરેટરે બસુ ગામના અંદાજે સો કરતા પણ વધારે હજયાત્રીઓ પાસે હજના નામે કરોડો રૂપિયા ઉઘરાવી રફુચક્કર થઈ જતા પંથકમાં ચકચાર સાથે ઠગ પીતા -પુત્રો અને જમાઈ ઉપર ફિટકાર વરસી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.