પ્રોફેસરે ના કરાવી કેન્સરની સારવાર, ગરીબ વિદ્યાર્થીઓને દાનમાં આપી દીધી તમામ પ્રોપર્ટી

દુનિયામાં અમુક લોકો એવા હોય છે જે પોતાના માટે નહીં પરંતુ અન્યો માટે જીવે છે. જેવું કે ચીનના પ્રોફેસરે કર્યું. તેના કારણે ચીનમાં આજે હજારો યુવાનો પોતાનું લક્ષ્ય હાંસલ કરી રહ્યા છે. ઝઓ જિઆ નામના આ પ્રોફેસર ચીનના શહેર ત્સિંગહુઆમાં રહે છે.
 
જ્યારે પ્રોફેસર ઝઓને ખબર પડી કે તેને કેન્સર છે તો તેમણે પોતાની દવા પર એકદમ ઓછા પૈસા ખર્ચ્યા. તેમણે બચાવેલા પૈસા ગરીબ વિદ્યાર્થીઓ પાછળ ખર્ચવાનું યોગ્ય માન્યું. ઝઓ પ્રમાણે, તેમણે ભણાવવાનું બહુ ગમે છે. તેઓ 2 હજાર વિદ્યાર્થીઓની મદદ માટે અત્યાર સુધી 15 મિલિયન યુઆન એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે.
 
ઉલ્લેખનીય છે કે, 1955માં સ્કૂલ વિભાગના રેડિયો ઈલેક્ટ્રોનિક્સ સેક્શનથી ગ્રેજ્યુએટ કર્યા બાદ ઝઓએ ત્સિંગહુઆ યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. ઝઓ સામાન્ય જિંદગી જીવવી પસંદ કરે છે. તેમણે વર્ષ 1985માં આ જ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ અને મેનેજમેન્ટ સ્કૂલ સ્થાપિત કરવામાં મદદ કરી હતી. કહેવાય છે કે, તેઓ 10 વર્ષ સુધી એક જ સ્વેટર પહેરીને યુનિવર્સિટી જતા હતા. વર્ષ 2001માં ટેક્સાસ યુનિવર્સિટીમાં ગેસ્ટ પ્રોફેસર તરીકે પણે તેમણે કામ કર્યું છે.
 
ઝઓએ વિદેશમાં ત્રણ વર્ષ સુધી બાળકોને ભણાવ્યા છે. ત્યારબાદ તેઓ પાછા ચીન આવી ગયા તો તેમણે પોતાની બચાવેલી રકમ 5 મિલિયન યુઆન દેશના ગરીબ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓની મદદમાં લગાવવાનું શરૂ કરી દીધું. વર્ષ 2011માં ઝઓને ફેફસાનું કેન્સર થઈ ગયું. તે છતાં પણ તેમણે ગરીબ વિદ્યાર્થીઓનું સમર્થન અને તેમને દાન આપવાનો સિલસિલો ચાલું જ રાખ્યો. તેમણે પોતાની સારવાર માટે પોતાને ઓછામાં ઓછી સસ્તી દવાઓ ખરીદવાનું શરૂ કર્યું. વર્ષ 2012માં તેમણે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી જે ગરીબ બાળકોની મદદ માટે કામ કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.