ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલને અમેરિકન સોસાયટી આૅફ એÂન્જનિયર્સ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

 ગણપત  યુનિ.ના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલને અમેરિકન સોસાયટી આૅફ  એÂન્જનિયર્સ દ્વારા લાઈફ ટાઈમ  એચિવમેન્ટ એવોર્ડ 
અગાઉ એમને અમેરિકાની કાલ પોલિ યુનિ દ્વારા પણ ‘ડિસ્ટિંગ્વીશડ એલ્યુમ્ની’નું મહત્વનું સન્માન મળ્યું છે 
 
ગણપત વિદ્યાનગર 
રાજ્યની પ્રથમ પંÂક્તની અને હાઈટેક તરીકે સુપ્રતિષ્ઠિત ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને પેટ્રન- ઈન- ચીફ  ગણપતભાઈ પટેલને ‘‘અમેરિકન  સોસાયટી  આૅફ એÂન્જનિયર્સ આૅફ ઈÂન્ડયન ઓરિજિન્સ ’’ દ્વારા ‘‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 
અમેરિકામાં વસતા ભારતીય મૂળના એÂન્જનિયર્સના આ સંગઠન દ્વારા અપાતો આ ‘‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ’’ આ અગાઉ વિશ્વના સુખ્યાત ટેકનોક્રેટ ડા.સામ પિત્રોડા સહિત  અનેક ચૂનંદા મહાનુભાવોને એનાયત થયો છે જેમણે  એÂન્જનિયર્સ, સાયÂન્ટસ્ટસ અને ઉદ્યોગ સાહસિકોની આગામી પેઢીને એમના જ્ઞાન-સંવર્ધન દ્વારા કારકિર્દી નિર્માણના  ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું હોય. 
ગણપતભાઈ પટેલને આ એવોર્ડ કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ડિયેગો, અમેરિકાના  ચાન્સેલર ડા.પ્રદીપકુમાર ખોસલા  અને  સફળ તેમજ  સુખ્યાત ઉદ્યોગપતિ- બિઝનેસમેન શ્રીરામ વૈરાવનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકારવામાં ગણપતભાઈના ધર્મપત્ની મંજુલાબેન પટેલ સાથે જાડાયા હતા. આ ઍવોર્ડ સમારંભમાં સૌથી વધારે સફળ અને જાણીતા એÂન્જનિયર્સ મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા. જેઓ અમેરિકન  સોસાયટી ઓફ એÂન્જનિયર્સ ઓફ ઈÂન્ડયન ઓરિજિન્સના સક્રિય સભ્યો છે.   
ડા.ખોસલાએ આ એવોર્ડ પોતાના હસ્તે શ્રી ગણપતભાઈને એનાયત થઈ રહ્યો છે. તેને ભારે ગૌરવપ્રદ ઘટના ગણાવી હતી. 
અમેરિકન સોસાયટી આૅફ એÂન્જનિયર્સ ઓફ ઈÂન્ડયન ઓરિજિન્સ (એએસઈઆઈ) ના સાઉધર્ન કેલિફોર્નિયા ચેપ્ટરના પ્રમુખ અરૂણ રાજારામે આ એવોર્ડ વિશેની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે પોતાના જ્ઞાન, માહિતીના વિનિયોગ દ્વારા જે લોકો સમાજના જરૂરિયાતવાળા અને વંચિત  લોકોના કલ્યાણ માટે વિશ્વિક કક્ષાનું પ્રદાન કરે છે તેમને આ એવોર્ડ પ્રદાન  કરવામાં આવ છે. 
મૂળે ઉત્તર ગુજરાતના ઉંઝા પાસેના ભૂણાવ ગામના  વતની અને સામાન્ય  ખેડુતના  પુત્ર ગણપતભાઈ પટેલે અમેરિકા ભણવા ગયા પછી ત્યાં જ પોતાના નોકરી- ધંધામાં એવો અદ્‌ભુત ઉત્કર્ષ સાધ્યો કે વખત જતા  એમની સિÂધ્ધ અને સમૃÂધ્ધ વિશ્વખ્યાત બન્યા. ગણપત યુનિવર્સિટીના સ્થાપના વિકાસમાં આજસુધીમાં એમનું ૪૦ કરોડ જેવું મૂલ્યવાન  પ્રદાન રહ્યું છે. 
ગણપત યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો.ડા.મહેન્દ્ર વર્માએ અવસરે ધન્યતાની અને રાજીપાની લાગણી  વ્યક્ત કરી હતી. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.