02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર ભાજપના ર્હોડિંગ્સ સામે વિરોધ વંટોળ

પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર ભાજપના ર્હોડિંગ્સ સામે વિરોધ વંટોળ   19/09/2019

પાલનપુર : પાલનપુર ખાતે કોઝી વિસ્તારમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ચોક પર ભાજપનું ર્હોડિંગ્સ લગાવતા સ્ટેચ્યુનો એક ભાગ ઢંકાઈ ગયો છે. ત્યારે આ ર્હોડિંગ્સ તાકીદે દૂર કરવાની માંગણી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સ્થાપના સમિતિએ કરી છે. અન્યથા જિલ્લ્લા ભરમાં ભાજપનું ર્હોડિંગ્સ નહીં રહે તેવી ચીમકી સોશિયલ મીડિયા દ્વારા અપાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રસિદ્ધિની ઘેલછામાં રાચતા રાજકીય પક્ષોના કાર્યકરો કે નેતાઓ ઘણીવાર વિવેકભાન ભૂલી રાષ્ટ્રીય પ્રતિભાઓનું અપમાન કરી બેસતા હોય છે. આવીજ એક ઘટના પાલનપુરમાં પ્રકાશમાં આવી છે. જેમાં પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં ઢૂંઢીયાવાડી જવાના માર્ગ પર મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવામાં આવી છે. મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ચોક પર પ્રતિમાને એકબાજુથી ઢાંકી દેતું ભાજપનું ર્હોડિંગ્સ લગાવવામાં આવ્યું છે. જેને લઈને રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સ્થાપના સમિતિ વતી સુરપાલસિંહ કે. બારડ(પરમાર)એ સોશિયલ મીડિયામાં એક પોષ્ટ વહેતી કરી છે. જેમાં કાલ સવાર સુધીમાં આ ર્હોડિંગ્સ દૂર કરવાની તાકીદ કરાઈ છે. કાલ સવાર સુધીમાં આ ર્હોડિંગ્સ જોવા મળશે તો સમાજની વાતમાં કોઈ દિવસ સમાધાન  નહીં કરીએ અને પુરા બનાસકાંઠામાં લાગેલા ભાજપના એકપણ ર્હોડિંગ્સ રહેશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. વધુમાં કોઈપણ રાજકીય પક્ષ કે જાહેરાતના ર્હોડિંગ્સ મહારાણા પ્રતાપ ચોક પર લગાવવા નહીં અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની. પણ ચીમકી અપાતા ચકચાર મચી જવા પામી છે.
 

Tags :